લંડન : ભારતના ઝડપી બોલર ઉમેશ યાદવ ઈજામાંથી (Umesh Yadav injured) સાજો થઈ શક્યો નથી, જેના કારણે તેને બાકીની કાઉન્ટી સિઝનમાં (Injury rules out Umesh Yadav County season) થી બહાર જવુ પડ્યુ છે. શુક્રવારે તેની ક્લબ મિડલસેક્સ ક્રિકેટે આ વાતની પુષ્ટિ કરી હતી. 34 વર્ષીય પેસર બોલરને રેડલેટમાં ગ્લુસેસ્ટરશાયર સામે રોયલ લંડન કપમાં મિડલસેક્સ તરફથી રમતી વખતે ઈજા થઈ હતી. જે બાદ તેને મેદાન છોડવાની ફરજ પડી હતી. મિડલસેક્સે એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું કે, 21 ઓગસ્ટના રોજ રોયલ લંડન વન ડે કપ મેચ દરમિયાન ઉમેશને હેમસ્ટ્રિંગમાં તાણ આવી હતી અને તે સારવાર માટે ભારત પરત ફર્યો છે.
-
🗞️ | ONGOING INJURY RULES OUT YADAV RETURN
— Middlesex Cricket (@Middlesex_CCC) September 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
We regret to announce that Umesh Yadav's planned return to Middlesex for the final two games of the season has been ruled out due to him still recovering from a thigh injury.
Get well soon @y_umesh #OneMiddlesex
Full story here ⬇️
">🗞️ | ONGOING INJURY RULES OUT YADAV RETURN
— Middlesex Cricket (@Middlesex_CCC) September 16, 2022
We regret to announce that Umesh Yadav's planned return to Middlesex for the final two games of the season has been ruled out due to him still recovering from a thigh injury.
Get well soon @y_umesh #OneMiddlesex
Full story here ⬇️🗞️ | ONGOING INJURY RULES OUT YADAV RETURN
— Middlesex Cricket (@Middlesex_CCC) September 16, 2022
We regret to announce that Umesh Yadav's planned return to Middlesex for the final two games of the season has been ruled out due to him still recovering from a thigh injury.
Get well soon @y_umesh #OneMiddlesex
Full story here ⬇️
ઈજાગ્રસ્ત ઉમેશ યાદવ : ભારતનો ઝડપી બોલર ઉમેશ યાદવ ઈંગ્લિશ કાઉન્ટી ટીમ મિડલસેક્સ માટે ગ્લુસેસ્ટરશાયર સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. હવે તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સારવાર લઈ રહ્યો છે. મિડલસેક્સ અનુસાર, BCCIએ તેને કહ્યું છે કે, તે હાલમાં સંપૂર્ણ રીતે ફિટ નથી અને ચાર દિવસીય મેચની જવાબદારી સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી. આવી સ્થિતિમાં, સાવચેતીના પગલા તરીકે, તેમને મેદાનમાં ઉતારવા માટે કોઈ ઉતાવળ નહીં થાય.
બાકીની મેચમાંથી બહાર : મિડલસેક્સને ઉમેશના વાપસીની આશા હતી પરંતુ જમણા હાથના ફાસ્ટ બોલર હજુ સુધી ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થયા નથી. કાઉન્ટી ક્લબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મિડલસેક્સ ક્રિકેટ એ જાહેરાત કરતા દિલગીર છે કે, ઉમેશ યાદવ ક્લબ સાથે સિઝન સમાપ્ત કરવા માટે લંડન પરત ફરશે નહીં અને ઈજાને કારણે મિડલસેક્સની કાઉન્ટી ચેમ્પિયનશિપની બાકીની મેચમાંથી બહાર રહેવું પડશે.
કારકિર્દી : ઉમેશ યાદવે ઈંગ્લેન્ડની હોમ સીઝનમાં મિડલસેક્સ માટે 3 કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ અને 7 ODI કપ મેચ રમી હતી. ચેમ્પિયનશિપમાં તેને વધારે સફળતા મળી ન હતી અને 3 મેચમાં તે માત્ર 4 વિકેટ જ લઈ શક્યો હતો, પરંતુ ODI કપમાં ઉમેશે ગભરાટ સર્જ્યો હતો. 34 વર્ષીય અનુભવી ભારતીય પેસરે માત્ર 7 મેચમાં 16 વિકેટ ઝડપી હતી, જેમાં એક વખત ઇનિંગમાં 5 વિકેટ લેવાનો સમાવેશ થાય છે. તે મિડલસેક્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.