ETV Bharat / sports

T20 World Cup: અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમનો વિજય, UAEને હરાવ્યું - ભારતની મહિલા ટીમનો વિજય

ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની બીજી મેચ પણ જીતી લીધી છે. ટીમે UAEને 122 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. વિલોમૂર પાર્ક, બેનોની ખાતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં UAEની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 97 રન જ બનાવી(U19 T20 World Cup Match Update ) શકી હતી.

U19 T20 World Cup: અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમનો વિજય, UAEને 122 રનથી હરાવ્યું

author img

By

Published : Jan 20, 2023, 7:58 AM IST

હૈદરાબાદ: ભારતીય કેપ્ટન શેફાલી વર્માએ 78, શ્વેતા સેહરાવતે 74 અને વિકેટકીપર રિશા ઘોષે 49 રન બનાવ્યા હતા. શ્વેતા અને શેફાલીએ પણ યજમાન દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્રથમ મેચમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારતની કેપ્ટન શેફાલી વર્માએ ટીમ ઈન્ડિયાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. તેણે માત્ર 34 બોલમાં 229ના સ્ટ્રાઈક રેટથી 78 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 4 સિક્સર અને 12 ફોર પણ ફટકારી હતી. તેણે ઓપનર શ્વેતા સેહરાવત સાથે શરૂઆતી વિકેટ માટે 8.3 ઓવરમાં 111 રન જોડ્યા હતા.

10 ચોગ્ગા ફટકાર્યા: દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં 92 રનની મેચ વિનિંગ ઇનિંગ રમનાર શ્વેતા સેહરાવતે UAE સામે પણ ફિફ્ટી ફટકારી હતી. શ્વેતાએ 49 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શેફાલીના આઉટ થયા બાદ શ્વેતાએ વિકેટકીપર રિચા ઘોષ સાથે બીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. રિશા 29 બોલમાં 49 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે 2 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. આ સિવાય ગોંગડી ત્રિશાએ 5 બોલમાં 11 રન અને સોનિયા મેંધિયાએ 2 રન બનાવ્યા હતા. UAE તરફથી ઈન્ધુજા નંદકુમાર, માહિકા ગૌર અને સમાયરા ધરનીધારકાએ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: Indian Wrestling Federation: ભારતીય રેસલિંગ ફેડરેશનના વિરોધમાં બજરંગ પુનિયા અને સાક્ષી મલિક

UAEની શરૂઆત: 220 રનના લક્ષ્યનો પીછો કરતા UAEની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ જ ઓવરમાં ટીમે કેપ્ટન તીર્થ સતીશની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ આ આંચકામાંથી બહાર નીકળી શકી ન હતી અને 20 ઓવરમાં 5 વિકેટે 97 રન જ બનાવી શકી હતી. ઓપનર લાવણ્યા કેનીએ 54 બોલમાં 24 રનની ધીમી ઇનિંગ રમી હતી. માહિક ગૌરે 26 બોલમાં 26 રન બનાવ્યા હતા. ટીમનો અન્ય કોઈ બેટર 9 રનથી વધુ રન બનાવી શક્યો નહોતો. ભારત તરફથી શબનમ, તિતાસ સાધુ, મન્નત કશ્યપ અને પાર્શ્વી ચોપરાએ 1-1 વિકેટ લીધી હતી. UAEએ પોતાની પ્રથમ મેચ સ્કોટલેન્ડ સામે જીતી હતી. આજની હાર બાદ તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. સ્કોટલેન્ડ ત્રીજા અને દક્ષિણ આફ્રિકા છેલ્લા સ્થાને છે.

આ પણ વાંચો: Rohit Sharma: રોહિત શર્માએ ઘરઆંગણે જ બનાવ્યો ખાસ રેકોર્ડ

UAEની છેલ્લી: વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમની છેલ્લી મેચ 18 જાન્યુઆરીએ સ્કોટલેન્ડ સામે થશે. તે જ સમયે, UAEની છેલ્લી મેચ પણ 18 તારીખે યજમાન દક્ષિણ આફ્રિકા સામે થશે. બંને મેચ બેનોનીના વિલોમૂર પાર્ક સ્ટેડિયમમાં સાંજે 5.15 વાગ્યાથી રમાશે. (U19 T20 World Cup Match Update )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.