ETV Bharat / sports

India vs West Indies: ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું, ઈશાન કિશન મેન ઓધ ધ સિરીઝ

શુભમન ગિલ અને ઈશાન કિશન બાદ મિડલ ઓર્ડરમાં સંજુ સેમસન, અને કેપ્ટન હાર્દિક પંડ્યાની શાનદાર ઈનિંગના કારણેે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 16મી વનડે શ્રેણી જીતી લીધી હતી. આ મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હતો.

Etv BharatIndia vs West Indies
Etv BharatIndia vs West Indies
author img

By

Published : Aug 2, 2023, 10:54 AM IST

તરોબા: ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા 200 રનથી વેસ્ટ ઈન્ડિઝને હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 5 વિકેટે 351 રન બનાવ્યા હતા. જવાબમાં કેરેબિયન ટીમ 35.3 ઓવરમાં 151 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ત્રણ વન ડેની સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ઈશાન કિશનને મેન ઓધ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપ્યો: વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વનડે માટે પોતાના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો ન હતો. ત્રીજી વનડે માટે ભારતે તેના પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા હતા. અક્ષર પટેલ અને ઉમરાન મલિકની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ અને જયદેવ ઉનડકટને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યા છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને ત્રીજી વનડેમાં પણ આરામ આપવામાં આવ્યો હતો.

ચાર બેટ્સમેનોની અડધી સદી: અત્યાર સુધી શાંત રહેલા શુભમન ગિલનું બેટ આખરે બોલ્યું અને તેણે 92 બોલમાં 85 રન બનાવ્યા હતા. શુભમન ગિલ મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ સાથે તેણે ઈશાન કિશન (63 બોલમાં 77 રન) સાથે 143 રનની પ્રથમ વિકેટની ભાગીદારી પણ કરી હતી. સંજુ સેમસને 41 બોલમાં 51 રન ફટકારીને મિડલ ઓર્ડર માટે પોતાનો દાવો મજબૂત કર્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 52 બોલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી અણનમ 70 રન બનાવ્યા હતા.

બોલરોનું શાનદાર પ્રદર્શન: ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝ ટીમને 35.3 ઓવરમાં 151 રન બનાવીને આઉટ કરી દિધી હતી. મુકેશ કુમારે 7 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે 6.3 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ લીધી હતી. જયદેવ ઉનડકટને 1 અને કુલદીપ યાદવને 2-2 વિકેટ મળી હતી.

આ પણ વાંચો:

  1. Stuart Broad: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અન્ય કોઈ ક્રિકેટર ના કરી શક્યો એવુ કરી ગયો સ્ટુઅર્ટ બ્રોડ
  2. Jasprit Bumrah Comeback: બુમરાહની સુકાનીપદ સાથે ધમાકેદાર વાપસી, નવા ખેલાડીઓને મળી તક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.