અમદાવાદ: દેશમાં ક્રિકેટને લઈને અને ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે ક્રિકેટરસિકો હજારો રૂપિયાની ટિકીટ ખરીદીને ક્રિકેટ મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવતા હોય છે. વિશ્વનો સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે t-20 મેચ યોજાવાની છે ત્યારે તેનો ઓનલાઈન ટિકિટ વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું જેનું વિતરણ પણ 27 તારીખથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના ગેટ નંબર એક પરથી શરૂ કરવામાં આવશે.
ઓનલાઇન વેચાણ ચાલુ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમવાની છે. ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસીએશન દ્વારા બુક માય શો એપ્લિકેશન અને વેબસાઈટ પર બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન બુકિંગ કરાવેલ ક્રિકેટ રશિકોએ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના ગેટ નંબર એક ના કાઉન્ટર પરથી ટિકિટ મેળવી શકશે.
આ પણ વાંચો: IND vs NZ T20: ભારતને ખૂબ પસંદ છે રાંચીનું મેદાન, નોંધાયેલો છે આ રેકોર્ડ
ટિકિટ દર 2000થી વધુ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચની ઓનલાઇન ટિકિટ વેચાણ શરૂ હતું. ત્યારે 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી આ મેચનું ઓફલાઈન વેચાણ પણ શરૂ કરવામાં આવશે. જે સવારે 11:00 થી સાંજના છ વાગ્યા સુધી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના ગેટ નંબર 1ના ટિકિટ કાઉન્ટર પરથી ખરીદી શકાશે. જેમાં ટિકિટ દર 2000થી પણ વધુ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Womens IPL 2023: મહિલા પ્રીમિયર લીગની ટીમોની જાહેરાત, 4670 કરોડની બોલી લાગી, IPLનો રેકોર્ડ તૂટ્યો
ક્રિકેટ પ્રેમીમાં ભારે ઉત્સાહ: ભારતની મેચ દેશમાં કોઈપણ ખૂણે કે વિશ્વમાં કોઈ પણ ખૂણે રમવાની હોય ત્યારે દરેક મેચમાં ભારતે ટીમને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવતા હોય છે. ત્યારે આ વખતે વિશ્વ વર્લ્ડ કપ પણ ભારતમાં જમાવાનો હોવાથી ક્રિકેટ રશીકો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની અંતિમ t20 મેચ અમદાવાદમાં યોજવા છે. તે પણ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની હોવાથી ક્રિકેટ રશકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ઓનલાઇનમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ટિકિટની ખરીદી કરી છે.