ચટગાંવઃ ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ચટગાંવમાં રમાઈ રહી છે. આજે મેચના ત્રીજા દિવસે (First Test Match Third Day) છેલ્લા સેશનમાં ભારતીય ટીમે પોતાનો દાવ ડિકલેર કરતા બાંગ્લાદેશને જીતવા માટે 513 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં બાંગ્લાદેશની ટીમે ત્રીજા દિવસની રમત પૂરી થવા સુધી 12 ઓવરમાં 42 રન બનાવી લીધા છે. શાંતો 25 અને ઝાકિર હસન 17 રને રમી રહ્યા છે.
ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી: આ પહેલા ભારતીય ટીમે 2 વિકેટે 258 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ ઇનિંગમાં શુભમન ગિલ 110 અને ચેતેશ્વર પૂજારા 102 રન કરી ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. લંચ બાદ પહેલા શુભમન ગિલ અને પછી ચેતેશ્વર પૂજારાએ પોતાની સદી (Gill and Pujara century) પૂરી કરી હતી.