પ્રથમ વન ડે મેચમાં મળેલી હાર બાદ આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતેની બીજી વન ડેમાં ભારતીય ટીમ દબાવમાં જોવા મળશે. રાજકોટના ખંઢેરી ગ્રાઉન્ડના જો રીપોર્ટની વાત કરવામાં આવે તો ભારત હજુ સુધી ખંઢેરી સ્ટેડિયમમાં ખાતુ પણ ખોલાવી શક્યુ નથી. જેને લઇને આજે બીજી વન ડે માં જીત સાથે જ ખંઢેરી સ્ટેડિયમમાં પણ ખાતુ ખોલાવશે. જેના પગલે ટીમ ઇન્ડિયા માટે બીજી વન ડે કરો યા મરો સમાન હશે.

ટીમ ઇન્ડિયા ફરી ત્રણ બેટ્સમેનને લઇને ચિંતામાં
શિખર ધવનની ઇજા બાદ ટીમમાં વાપસીથી ભારતીય ટીમના પ્રથમ ત્રણ ક્રમ માથાનો દુખાવો સમાન છે. ઓપનર્સ તરીકે શિખર ધવન અને રોહિત શર્મા તો વન ડાઉન તરીકે મોટો પ્રશ્ન છે કે વિરાટ કોહલી મેદાન પર આવશે કે કે એલ રાહુલ તે ભારતીય ટીમ માટે મોટો પ્રશ્ન છે. સીરીઝની નિર્ણાયક મેચ છે તેવામાં કેપ્ટન કોહલી કોઇ પણ રીસ્ક લેવા માંગતા નથી જેને લઇને કેપ્ટન વન ડાઉનમાં ઉતરી શકે છે. આ સમગ્ર અટકળો તો મેચ શરૂ થયા બાદ સામે આવશે.
જાધવ અને ચહલને તક મળી શકે છે
ઋષભ પંત ઇજાને કારણે બીજી વન ડે મેચમાંથી બહાર છે તેવામાં રાહુલ કીપિંગ કરી રહ્યો હશે જેથી ઓલરરાઉન્ડર તરીકે ટીમમાં કેદાર જાધવને તક મળી શકે છે. આ ઉપરાંત કુલદીપ યાદવનું પ્રદર્શન પણ પ્રથમ મેચમાં નિરાશાજનક રહ્યું હતુ જેના પગલે કેપ્ટન કોહલી ચહલ પર ગેમ કાર્ડ રમી શકે છે.
ભારતનો ખંઢેરીમાં રેકોર્ડ
ખંઢેરી સ્ટેડિયમમાં જો ભારતીય ટીમના રેકોર્ડની વાત કરવામાં આવે તો ટીમ માટે રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતીય ટીમે અહીં બે મેચ રમ્યુ છે જે બંને મેચમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ કપ કેપ્ટન ધોનીની આગેવાની હેઠળ ટીમ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 9 રન પર હાર્યુ હતું જ્યારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પણ 3 ઓવર બાકી રહેતા હારી હતી.
ઓસ્ટ્રેલિયા પણ બોલરને લઇને અવઢવમાં
ઓસ્ટ્રેલિયન ટીમ પણ બોલરને લઇને અવઢવમાં છે. ટીમ સ્ટાર્ક અથવા કમીન્સને આરામ આપીને હેઝલવુડને તક આપી શકે છે. આ સમગ્ર બાબત મુંબઇ મેચ વખતે કેપ્ટન ફિંચે હિંટ આપી હતી તેને જોતા હેઝલવુડ પર કેપ્ટન ફિંચ ગેમ અજમાવી શકે છે. આ સિવાય ટીમમાં કોઇ પણ બીજા ફેરફાર થાય તેવુ લાગી રહ્યું નથી.

સંભવિત ટીમ
ભારત : શિખર ધવન, રોહિત શર્મા(ઉપ કેપ્ટન), કે એલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ, મનીષ પાંડે, નવદીપ સૈની, યુઝુવેન્દ્ર ચહલ, શિવમ દુબે
ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ (કેપ્ટન) સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશૈન, એસ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર), એસ્ટન અગર, મિચેલ સ્ટાર્ક, કેન રિચાર્ડસન અને એડમ ઝાંપા, પેટ કમિન્સ, ડી આર્કી શોર્ટ, જોશ હેઝલવુડ, પીટર હેડ્સકોમ્બ