સ્પોટ્સ ડેસ્ક: ICC મહિલા T-20 વિશ્વકપમાં 21 ફેબ્રુઆરીથી શરૂઆત થશે. દુનિયાની સૌથી શ્રેષ્ઠ 10 ટીમો આ T-20 વિશ્વ કપમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, મહિલા વિશ્વકપની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 21 ફેબ્રુઆરીએ સિડની ખાતે આજે રમાશે.
મહિલા ટી-20 વિશ્વકપની સાતમી સીઝનની મેજબાની ઓસ્ટ્રેલિયા કરશે. વિશ્વકપની ફાઈનલ 8 માર્ચ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રમાશે. આ વિશ્વ કપમાં થાઇલેન્ડની ટીમ પર સૌની નજર રહેશે. થાઈલેન્ડે બધાને ચોંકવતા આ વિશ્વકપમાં પ્રથમવાર ક્વોલીફાઈ કર્યું છે. મહિલા વિશ્વકપની પ્રથમ સિઝન 2009માં રમાઈ હતી.
પ્રથમ વિશ્વકપ ન્યૂઝીલેન્ડને હરાવી ઈગ્લેન્ડે જીત્યો હતો. મહિલા ટી-20 વિશ્વકપના ઈતિહાસમાં એક જ વાર યજબાન ટીમ વિજેતા બની છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટુર્નામેન્ટની પ્રથમ મેચ બપોરે 1.30 વાગ્યાથી પ્રસારીત થશે.
મહિલા T-20 વર્લ્ડ કપની પહેલી મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમે છેલ્લા બંને વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ જીતી છે. ચાલુ મહિને બંને ટીમ 3 મેચો રમી ચુકી છે. આ આજે તેમની વચ્ચે ચોથી મેચ રમાશે. આ 3 મેચમાંથી ઓસ્ટ્રેલિયા 2 અને ભારતે 1 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા ચાર વખત વર્લ્ડ કપમાં ચેમ્પીયન બની છે. જ્યારે ભારત ફાઈનલમાં પહોંચવામાં પણ સફળ થઈ શકી નથી. અત્યાર સુધી બંને વચ્ચે 18 મેચો રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાને 13 તથા ભારતને 5 મેચોમાં જીત મળી છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા દરેક ઓવરમાં ભારતથી 1 રન વધુ બનાવે છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે.
ભારતીય ટીમ:
હરમનપ્રીત કોર (કેપ્ટન), તાનિયા ભાટિયા, હરલીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, રિચા ઘોષ, વેદા કૃષ્ણમૂર્તિ, સ્મૃતિ મંધાના, શિખા પાંડે, પૂનમ યાદવ, અરુંધતી રેડ્ડી, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ
ઓસ્ટ્રેલિયન ટીમ:
મેગ લેનિંગ (કેપ્ટન), રશેલ હેનેસ, એરિન બર્ન્સ, નિકોલા કેરી, એશ્લે ગાર્ડનર, એલિસા હેલી, જેસ જોનાસન, ડેલિસા કિમિન્સ, સોફી મોલિનોક્સ, બેથ મૂની, એલિસ પેરી, મેગન શૂટ, મોલી સ્ટ્રેનો, અન્નાબેલ સુથરલેન્ડ, જ્યોર્જિયા વેરેમ , ટાઇલા લેમિંક