નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવુ છે કે, કોરોના વાઈરસના કારણે જે અણધાર્યો બ્રેક મળ્યો છે. તે ખેલાડીઓ માટે સારી વાત છે. આ સમયમાં આરામ મળવાથી ખેલાડીઓ પોતાની ફીટનેસ પર પુરતુ ધ્યાન રાખી શકશે. તેમજ રિફ્રેશ થવાનો સમય મળી શકશે.
કોરોના વાઈરસના કારણે તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ટુર્નામેન્ટ સ્થગિત થઈ ગઈ છે. ભારતીય ટીમ હાલમાં જ ન્યુઝીલેન્ડમાં સિરિઝ રમીને આવી છે, ત્યારે હાલની અચાનક મળેલી બ્રેકથી ખેલાડીઓ, માનસિક અને શારિરિક હળવાશ અનુભવશે. તેવુ ભારતીય ટીમના કોચ શાસ્ત્રીએ જણાવ્યું હતું.