કેપટાઉન(દક્ષિણ આફ્રિકા): ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપમાં ત્રીજી વખત સેમિફાઈનલમાં પહોંચી છે. ભારત આજે ન્યૂલેન્ડ્સના મેદાનમાં સાંજે 6.30 વાગ્યે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવશે તો બીજી વખત ફાઈનલ રમશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ: ભારતીય મહિલા ટીમ ગત વખતે પણ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનથી હરાવીને વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું. ભારત પાસે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 2020માં હારની બરાબરી કરવાની તક છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પલટવાર કરીને ઈતિહાસ રચી શકે છે.
આ પણ વાંચો: Shubman likely replaces Rahul: શુભમને બે મહિના પહેલા ફટકારી હતી પ્રથમ ટેસ્ટ સદી, જાણો કેવો છે રેકોર્ડ
છેલ્લી પાંચ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો: ભારત vs ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની છેલ્લી પાંચ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પાંચમાંથી ચાર મેચ જીતી છે. જ્યારે એક મેચ ટાઈ રહી છે. જો છેલ્લી પાંચ T20 મેચોની વાત કરીએ તો ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. મહિલા ટીમે પાંચમાંથી ત્રણમાં જીત મેળવી છે. સાથે જ બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લી પાંચ ટી-20 મેચમાંથી ચારમાં જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાન સાથેની તેની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.
પિચ અને હવામાન અહેવાલ: મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ ન્યૂલેન્ડ્સની નવી પીચ પર રમાઈ શકે છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 28 T20 મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 16 વખત જીતી છે. તે જ સમયે બીજા નંબર પર બેટિંગ કરનારી ટીમ 12 વખત જીતી છે. એટલા માટે ટોસ મહત્વપૂર્ણ રહેશે. જે ટીમ ટોસ જીતશે તે પહેલા બેટિંગ કરવા માંગશે. હવામાન સ્વચ્છ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. દર્શકો મેચનો આનંદ માણી શકશે.
આ પણ વાંચો: Australia odi squad: ODI સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત, જાણો ક્યા ખેલાડીઓને મળ્યું સ્થાન
પાંચમાંથી ત્રણમાં જીત: સેમીફાઇનલ સુધીના આ સફરમાં ભારતે પાકિસ્તાન, વેસ્ટઇન્ડિઝ અને આયરલેંડ સામે મેચ જીતી છે અને ઇંગ્લેન્ડ સામે હાર મેળવી છે. ચારેય મેચમાં કેપ્ટન તરીકે હરમનપ્રીતનું પ્રદર્શન સારું રહ્યું છે. ભારતની સેમીફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા સાથે થશે. આ મેચ મુશ્કેલ જણાઈ રહી છે. કેમ કે ઓસ્ટ્રેલિયા ગ્રુપ-1માં નંબર વન રહી છે જ્યારે ગ્રુપ-2માં ભારતનો નંબર બીજો છે.