ETV Bharat / sports

IND vs WI 1st T20 : ભારતે વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે પછાડ્યું - India Won by 6 Wickets

ભારતે ટી 20 સિરિઝની શરૂઆત (IND vs WI 1st T20) જીત સાથે કરી છે. પહેલા રમતા વેસ્ટ ઈન્ડિઝે સાત વિકેટે 157 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે સાત બોલ બાકી રહેતા ચાર વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. સૂર્યકુમાર યાદવ 34 અને વેંકટેશ અય્યર 24 રને અણનમ રહ્યો. અને  ભારતે ત્રણ મેચની સિરીઝમાં (IND vs WI T20 Series) પણ 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

IND vs WI 1st T20 : ભારતે વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે પછાડ્યું

author img

By

Published : Feb 17, 2022, 10:15 AM IST

કોલકાતા: સ્પિનરોના શાનદાર પ્રદર્શન બાદ, સુકાની રોહિત શર્માની આગેવાનીમાં ભારતે બુધવારે પ્રથમ T20માં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવીને ત્રણ મેચની સિરિઝમાં (IND vs WI T20 Series) 1-0ની લીડ મેળવી લીધી છે. જીત માટેના 158 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતે 18.5 ઓવરમાં ચાર વિકેટે 162 રન બનાવ્યા હતા. અગાઉ, T20 ક્રિકેટમાં પદાર્પણ કરી રહેલા સ્પિનર ​​રવિ બિશ્નોઈ અને અનુભવી યુઝવેન્દ્ર ચહલની શાનદાર બોલિંગના આધારે ભારતે કેરેબિયન ટીમને સાત વિકેટે 157 રન પર રોકી હતી. વન ડે સિરિઝમાં સફાયા બાદ વેસ્ટ ઈન્ડિઝની (IND vs WI 1st T20)આ પ્રવાસ પર જીતની રાહ વધી રહી છે.

વિરાટ કોહલી ફરી નિષ્ફળ

શાનદાર શરૂઆત આપતા રોહિત અને ઈશાન કિશનને પ્રથમ (T20 Match in Kolkata) વિકેટ માટે 45 બોલમાં 64 રન જોડ્યા હતા. રોહિતે 19 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. IPL મેગા એક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ફરીથી ખરીદેલા ઈશાન કિશનએ 42 બોલમાં 35 રનની ઇનિંગ રમીને કેપ્ટનને ખૂબ જ સારો સાથ આપ્યો હતો. તો બીજી તરફ વિરાટ કોહલીએ એલનના બોલ પર 17 રન પર પોતાની વિકેટ ગુમાવી હતી. જ્યારે રિષભ પંત પણ આઠ રન, સૂર્યકુમાર યાદવે 18 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 34 રન અને વેંકટેશ અય્યરે અણનમ 24 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. અય્યરે એલનને સિક્સર ફટકારીને વિજય રન પૂરો કર્યો.

ભુવનેશ્વર કુમાર સિક્સર ફટકારીને ઈરાદા સ્પષ્ટ કર્યો

અગાઉ IPLમાં વિકેટકીપર-બેટ્સમેન નિકોલસ પૂરને 63 રનની આક્રમક ઈનિંગ રમીને વેસ્ટ ઈન્ડિઝને મુશ્કેલીમાંથી (India Won by 6 Wickets) બહાર કાઢ્યું હતું. અને સાત વિકેટે 157 રન સુધી લઈ ગયા હતા. પુરનને સનરાઇઝર્સ હૈદરાબાદે મેગા ઓક્શનમાં 10.75 કરોડમાં ખરીદ્યો હતો. તેને 43 બોલની ઇનિંગમાં પાંચ સિક્સર અને ચાર ફોર ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના ત્રીજા નંબરના બેટ્સમેને છેલ્લી IPLમાં માત્ર 85 રન બનાવ્યા હતા. અને વર્તમાન પ્રવાસ પર ત્રણ વન ડેમાં તે માત્ર 18, 9 અને 34 રન જ બનાવી શક્યો હતો. તેને આવતાની સાથે જ ભુવનેશ્વર કુમારને સિક્સર ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા.

આ પણ વાંચોઃ IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

વેસ્ટ ઈન્ડિઝના મિડલ ઓર્ડરની કમર તોડી નાખી

ચહલ અને બિશ્નોઈએ ત્રણ વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝના મિડલ ઓર્ડરની (2022 IND vs WI 1st t20) કમર તોડી નાખી હતી. પરંતુ પૂરને છેલ્લી પાંચ ઓવરમાં 61 રન ફટકારીને તેની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ફિટ પરત ફરેલા કિરોન પોલાર્ડ 19 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 24 રન બનાવ્યા હતા. જોધપુરના ગુગલી બોલર બિશ્નોઈએ પોતાની ડેબ્યુ મેચને યાદગાર બનાવીને ચાર ઓવરમાં 17 રન આપીને રોસ્ટન ચેસ (4) અને રોવમેન પોવેલ (2)ની વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

બ્રેન્ડન કિંગ પહેલી ઓવરમાં ચાલતો કર્યો

ભુવનેશ્વરે પહેલી જ ઓવરમાં બ્રેન્ડન કિંગ (4)ને આઉટ કર્યો હતો. કાયલ માયર્સ પૂરન સાથે ઇનિંગ્સને સંભાળી અને સ્કોર એક વિકેટે 44 રન સુધી પહોંચાડ્યો. આ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના સૌથી અનુભવી સ્પિનર ​​ચહલને બોલ સોંપ્યો હતો. ચહલે પહેલા જ બોલ પર પૂરનને આઉટ કર્યો હોત, પરંતુ બિશ્નોઈ કેચ ચૂકી ગયો હતો. તે સમયે પૂરન માત્ર આઠ રન બનાવી શક્યો હતો. ચહલે ડીઆરએસ લેનાર માયર્સને આઉટ કર્યો, પરંતુ નિર્ણય બોલરની તરફેણમાં રહ્યો.

આ પણ વાંચોઃ IND Vs SL T20 Series 2022 : શ્રીલંકા 24 ફેબ્રુઆરીથી ભારત સામે T20 સિરીઝ રમશે, BCCIએ શેડ્યૂલમાં કર્યા ફેરફાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.