ETV Bharat / sports

કોણ બનશે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ', કોહલી અને શમીનું નામ સૌથી આગળ - Mohammed Shami

Player of the Tournament: ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને સ્ટાર બોલર મોહમ્મદ શમીએ ICC ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે આ બંને ખેલાડીઓ વર્લ્ડ કપ 2023માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતવા માટે લાયક બની ગયા છે.

Etv BharatPlayer of the Tournament
Etv BharatPlayer of the Tournament
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 7:59 PM IST

નવી દિલ્હી: ICC ક્રિકેટ ODI વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે રમાશે. આ પછી આપણને વર્લ્ડ ચેમ્પિયન મળશે. હવે તે ભારત હશે કે ઓસ્ટ્રેલિયા તે તો સમય જ કહેશે. પરંતુ તે પહેલા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, વર્લ્ડ કપ 2023ના પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો સૌથી મોટો એવોર્ડ કોને મળી શકે છે.

મોહમ્મદ શમી
મોહમ્મદ શમી

કોહલી અને શમીનું નામ સૌથી આગળ: વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ લિસ્ટમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને શાનદાર બોલર મોહમ્મદ શમીનું નામ સૌથી આગળ છે. આ બે સિવાય ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિન બોલર એડમ ઝમ્પા આ યાદીમાં સામેલ છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

શું શ્રેષ્ઠ બેટ્સમેનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળશે?: આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલી છે. 10 મેચની 10 ઇનિંગ્સમાં તેના નામે 711 રન છે. કોહલીએ 5 અડધી સદી અને 3 સદી ફટકારી છે. તેના સિવાય ટોચના 5 સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ક્વિન્ટન ડી કોક (594), રચિન રવિન્દ્ર (578), ડેરિલ મિશેલ (552) અને રોહિત શર્મા (550) છે. રોહિત શર્મા સિવાય તમામ ખેલાડીઓનું વર્લ્ડ કપ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીથી આગળ નીકળવું કોઈના માટે શક્ય નથી. વિરાટ આ ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ જીતવાનો પ્રબળ દાવેદાર છે.

મોહમ્મદ શમી
મોહમ્મદ શમી

શું બોલરો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મેળવશે?: બોલરોએ વર્લ્ડ કપ 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાનો અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી આ એડિશનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શમીએ 6 મેચમાં 5.01ની ઈકોનોમી સાથે 23 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન, તેણે ત્રણ વખત પાંચ વિકેટ અને એક વખત ચાર વિકેટ ઝડપી છે. એડમ ઝમ્પા (22), દિલશાન મધુશંકા (21), ગેરાલ્ડ કોએત્ઝી (20) અને જસપ્રિત બુમરાહ (18) આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની ટોપ 5 યાદીમાં સામેલ છે.

કોહલી અને શમી વચ્ચે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની લડાઈ: વિરાટ કોહલી અથવા મોહમ્મદ શમીમાંથી કોઈ એકને ICC ODI વર્લ્ડ કપ 2023નો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળી શકે છે. વિરાટ કોહલીએ શરૂઆતથી જ તમામ મેચ રમી છે અને શાનદાર પ્રદર્શન કર્યું છે અને બેટથી રન બનાવ્યા છે. તો મોહમ્મદ શમીને પ્રથમ 4 મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. તેને ટીમમાં જગ્યા મળી રહી ન હતી.હાર્દિક ઈજાના કારણે બહાર થયા બાદ તેને ટીમમાં જગ્યા આપવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં મોહમ્મદ શમી રચશે ઇતિહાસ, પાકિસ્તાન અને શ્રીલંકાના આ 2 દિગ્ગજોને પાછળ છોડશે
  2. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડકપની ફાઈનલ જોવા પીએમ મોદી આવશે અમદાવાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.