હૈદરાબાદ : ICC વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાની ટીમ જોરદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે શુક્રવારે તમિલનાડુના ચેન્નાઈમાં પાકિસ્તાન સામે ટકરાવા જઇ રહી છે. પોઇન્ટ ટેબલમાં પ્રભાવી સ્થિતિમાં રહેલ દક્ષિણ આફ્રિકાની ટીમ યાદીમાં નીચે દેખાઈ રહેલી પાકિસ્તાન ટીમ સામેની મેચમાં આસાન જીતની રાહમાં ઊતરશે. આ મેચમાં દક્ષિણ આફ્રિકા તેની મજબૂત બેટિંગ અને મજબૂત બોલિંગથી પાકિસ્તાનને હરાવવા માંગશે.
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે : આઈસીસી વર્લ્ડ કપ 2023માં સાઉથ આફ્રિકા અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે ત્યારે દક્ષિણ આફ્રિકન ટીમનો દબદબો દેખાઈ રહ્યો છે. હવે વર્લ્ડ કપ 2023ની 26મી મેચમાં આવી મજબૂત દક્ષિણ આફ્રિકાની ટીમ નબળા પાકિસ્તાન સામે ટકરાવાની છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી શરુ થશે. દક્ષિણ આફ્રિકા આ મેચમાં પાકિસ્તાનને હરાવવા માંગશે. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશને હરાવ્યું છે. તેની એકમાત્ર હાર ધર્મશાલામાં નેધરલેન્ડના હાથે થઈ હતી.
ક્વિન્ટન ડી કોકનું શાનદાર ફોર્મ : પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં માત્ર 2 મેચ જ જીતી શકી હતી. આ સાથે તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા માટે સૌથી મોટી તાકાત તેમની બેટિંગ અને ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકનું શાનદાર ફોર્મ છે. અત્યાર સુધી તેણે ફોરવર્ડ બેટિંગ કરતા ત્રણ સદી ફટકારી છે. આવી સ્થિતિમાં જો ડી કોક પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં ખીલ્યોે તો તે કોઈપણ મોટા લક્ષ્યને હાંસલ કરી શકે છે.
દક્ષિણ આફ્રિકા મજબૂત પડકાર આપશે : દક્ષિણ આફ્રિકાની ટીમ તેના નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમાની ગેરહાજરીમાં રમી રહી છે. દરમિયાન રીઝા હેન્ડ્રીક્સ, એઇડન માર્કરામ અને આક્રમક હેનરિક ક્લાસેન ટીમ માટે મજબૂત ભૂમિકા ભજવી રહ્યા છે. ક્લાસેને આ ટૂર્નામેન્ટમાં ઘણી છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યાં છે. તે શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને પાકિસ્તાન સામે શાનદાર રમત બતાવી શકે છે.
ફાઈનલ ફોરમાં પહોંચવાનું ધ્યેય : ડેવિડ મિલર દક્ષિણ આફ્રિકા તરફથી અત્યાર સુધી કંઈ ખાસ દેખાડી શક્યો નથી, તેથી તેને રન બનાવવાની જરૂર પડશે. તે શાહીન આફ્રિદી, શાદાબ ખાન સહિત અન્ય પાકિસ્તાની બોલરો સામે રન બનાવી શકે છે. નેધરલેન્ડ સિવાય દક્ષિણ આફ્રિકાના તમામ ખેલાડીઓએ અત્યાર સુધી બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે તે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં તેવું જ શાનદાર પ્રદર્શન ચાલુ રાખવા માંગશે. દક્ષિણ આફ્રિકાની ઝડપી બોલિંગની કમાન કાસિગો રબાડા સંભાળી રહ્યા છે. ચેપોક પીચ પર સ્પિનર કેશવ મહારાજ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સ્પિન બોલરોને અહીં મદદ મળી શકે છે. દક્ષિણ આફ્રિકા શુક્રવારે પાકિસ્તાન સામે જીત મેળવીને અંતિમ 4માં પહોંચવાનો રસ્તો સરળ બનાવવા માંગશે.
પાકિસ્તાન માટે મહત્વની મેચ : પાકિસ્તાન માટે આ વર્લ્ડ કપ 2023 દુઃસ્વપ્ન સમાન બની રહ્યો છે. હૈદરાબાદમાં નેધરલેન્ડ અને શ્રીલંકા સામેની પ્રથમ 2 મેચમાં જ જીત મળી તે પછી બાબર આઝમની આગેવાની હેઠળની આ ટીમને તમામ મેચોમાં હારનું મોં ભાળવું પડયું છે. પાકિસ્તાનને સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એે પછી ઓસ્ટ્રેલિયાએ તેને બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હરાવ્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેના પાડોશી દેશ અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનને ધોઈ નાખ્યું હતું.
શાદાબ ખાનની ભૂમિકા : બેટિંગ ઉપરાંત તેની બોલિંગ પણ પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે. પાકિસ્તાનના બોલરો અત્યાર સુધી વર્લ્ડ કપ 2023માં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે પાકિસ્તાની બોલેરો માટે દક્ષિણ આફ્રિકાના મજબૂત બેટિંગ ઓર્ડર સામે પ્રદર્શન કરવું પડકારજનક રહેશે. ચેન્નાઈના ટર્નિંગ ટ્રેક પર સ્પિનર શાદાબ ખાનની ભૂમિકા ઘણી મહત્વની બનવાની છે. હવે આ મેચ એકતરફી છે કે પછી દર્શકોને આ મેચમાં રોમાંચ જોવા મળશે તે જોવું રહ્યું.
- ICC World Cup 2023: 29મી ઓક્ટોબરે રમાનાર ભારત અને ઈંગ્લેન્ડ મેચની ટિકિટોના વેચાણમાં નકલી વેબસાઈટ દ્વારા છેતરપીંડી કરાઈ
- WORLD CUP 2023 ENG VS SL MATCH : આજે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા પોતાની શાખ બચાવવા મેદાને ઉતરશે, જાણો કોનું પલડું છે ભારે
- World Cup 2023 AUS vs NED : ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી જીત હાંસલ કરી