નવી દિલ્હી : શનિવારે ભારતે ન્યૂઝીલેન્ડને ત્રણ મેચની વનડે શ્રેણીમાં હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી હતી. આ જીત સાથે ભારતની વનડે રેન્કિંગમાં સુધારો થયો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 113 રેટિંગ સાથે ટોપ પર પહોંચવાથી બે ડગલાં દૂર છે. વનડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડ પ્રથમ અને ન્યુઝીલેન્ડ બીજા ક્રમે છે. જો ભારત 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાનાર ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડને હરાવશે તો તે પ્રથમ સ્થાને આવી જશે. કારણ કે તેનાથી ઉપરની બંને ટીમોનું રેટિંગ પણ 113 છે.
ઈંગ્લેન્ડ હાલમાં રેન્કિંગમાં નંબર 1 છે : ભારત ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડે પહેલા 111 રેટિંગ સાથે ચોથા નંબર પર હતું. શનિવારે રમાયેલી મેચમાં 8 વિકેટે જીત મેળવ્યા બાદ ભારતનું રેટિંગ 113 (ભારત ICC ODI રેન્કિંગ) પર પહોંચી ગયું છે. અગાઉ કાંગારૂ ટીમ ત્રીજા સ્થાને હતી જે હવે ચોથા સ્થાને સરકી ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે સતત બે વનડે હારી છે. અગાઉ તે નંબર 1 પર હતો. ન્યુઝીલેન્ડ સામેની હારને કારણે 2 પોઈન્ટનું નુકસાન થયું હતું, જેના કારણે કીવી ટીમ બીજા સ્થાને આવી ગઈ છે. ઈંગ્લેન્ડ હવે નંબર 1 બની ગયું છે અને તેનું રેટિંગ પણ 113 છે.
આ પણ વાંચો : Hockey World Cup Knockout Stage : આ ટીમો ક્વાર્ટર ફાઈનલ માટે લડશે
જો ભારત ત્રીજી મેચ જીતશે તો નંબર 1 બની જશે : જો ભારતીય ક્રિકેટ ટીમ ત્રીજી વનડે પણ જીતે છે તો તેના 114 પોઈન્ટ થઈ જશે. રેટિંગમાં એક નંબર વધતા જ ભારત રેન્કિંગમાં નંબર 1 પર આવી જશે. ઈંગ્લેન્ડ બીજા અને ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને પહોંચી જશે. ઓસ્ટ્રેલિયાને પણ ભારતની જીતનો ફાયદો થશે અને તે 112 પોઈન્ટ સાથે નંબર 2 પર આવી જશે. ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજી વનડેમાં જીત નોંધાવીને પોતાનું સ્થાન મજબૂત કરવા માંગશે.
ભારત હવે T20માં નંબર 1 છે : ભારત હાલમાં T20 રેન્કિંગમાં નંબર વન છે. ભારત ODI બાદ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચ પણ રમશે. આ સાથે જ ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને છે. જો ભારત ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડને હરાવશે તો તે બે ફોર્મેટમાં નંબર 1 પર આવી જશે. વનડે શ્રેણી બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. જો ભારત આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે તો ટેસ્ટ રેન્કિંગમાં પણ ભારત પ્રથમ સ્થાને આવી જશે.
આ પણ વાંચો : INDIA VS NEW ZEALAND: રાયપુર ODIમાં ભારતે ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું