- પંડ્યા આઈપીએલના લીગની પ્રથમ બે મેચ રમ્યો ન હતો
- ટી 20 વર્લ્ડ કપ આગામી મહિનાથી ઓમાન અને યુએઈમાં શરૂ થશે
- ચેતન શર્માએ કહ્યું હતું કે, હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ છે
નવી દિલ્હી : આઈસીસી ટી 20 વર્લ્ડ કપ આગામી મહિનાથી ઓમાન અને યુએઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે ભારત ટુર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને ભારતીય ટીમની સામે એક સમસ્યા ઉભી થઈ છે. ભારતે 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી 20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ કહ્યું હતું કે, હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ છે. અને વર્લ્ડ કપમાં તેના ક્વોટાની સંપૂર્ણ ચાર ઓવર ફેંકવા માટે સક્ષમ છે.
આ પણ વાંચો : IPL 2022માં વધુ 2 ટીમ નવી જોડાશે, 25 ઓક્ટોબરે થશે નિર્ણય
ફિટનેસ પર સવાલો ઉભા થયા
જોકે, 27 વર્ષીય હાર્દિક પંડ્યા આઈપીએલના યુએઈ લિગની પ્રથમ બે મેચ રમ્યો ન હતો. રવિવારે તેને રોયલ ચેલેન્જર્સ સામે રમવાની તક મળી, પરંતુ તેણે બોલિંગ કરી નહીં, જે બાદ ફરી એક વખત તેની ફિટનેસ પર સવાલો ઉભા થયા છે. ભૂતપૂર્વ ખેલાડી કરીમે કહ્યું હતું કે, જો તે સંપૂર્ણ રીતે ફિટ નથી તો તેને ટી 20 વર્લ્ડ કપની ટીમમાં શા માટે સામેલ કરવામાં આવી હતી? અહેવાલો અનુસાર, ઓલરાઉન્ડર પંડ્યા તેની ફિટનેસને કારણે વર્લ્ડ કપ ટીમમાંથી બહાર ફેંકાઈ શકે છે.
આ પણ વાંચો : IPL 2021 : મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે છ વિકેટથી આસાન વિજય મેળવ્યો