નવી દિલ્હી: વિહારીને પહેલા દિવસે જ 19મી ઓવરમાં જ નિવૃત્તિ લેવી પડી હતી અને નવમી વિકેટ પડ્યા બાદ તે ફરીથી બેટિંગ કરવા આવ્યો હતો. વિહારીએ જાન્યુઆરી 2021માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં આવી જ હિંમત બતાવી હતી જ્યારે તે હેમસ્ટ્રિંગ સાથે રમ્યો હતો. બીજી ઇનિંગ્સમાં, તેણે હેમસ્ટ્રિંગના દુખાવા સાથે સંઘર્ષ કરતી વખતે 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન (39*) સાથે મળીને તેણે મેચ ડ્રો કરી અને ભારતને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવામાં મદદ કરી.
-
Hanuma Vihari one handed batting due to fracture his wrist.#HanumaVihari #INDvsAUSpic.twitter.com/t9hVDTRMmY
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) February 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hanuma Vihari one handed batting due to fracture his wrist.#HanumaVihari #INDvsAUSpic.twitter.com/t9hVDTRMmY
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) February 1, 2023Hanuma Vihari one handed batting due to fracture his wrist.#HanumaVihari #INDvsAUSpic.twitter.com/t9hVDTRMmY
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) February 1, 2023
મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ વચ્ચે રણજી ટ્રોફીની ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચ હોલકર ક્રિકેટ સ્ટેડિયમ, ઇન્દોરમાં રમાઈ રહી છે. મધ્યપ્રદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી, આંધ્ર પ્રદેશે દિવસની રમતના બીજા દિવસે 127 ઓવર પછી 9 વિકેટના નુકસાન પર 379 રન બનાવ્યા છે. જણાવી દઈએ કે આ સમયે આંધ્રનો કેપ્ટન હનુમા વિહારી 27 રન પર બેટિંગ કરી રહ્યો છે.
IND vs NZ 3rd T20 Series: મેચ ક્યુરેટરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટમાં જીતનો સ્કોર જણાવ્યો
રણજી ટ્રોફી મેચમાં આંધ્ર પ્રદેશના કેપ્ટન હનુમા વિહારીએ જમણા કાંડામાં ફ્રેક્ચર હોવા છતાં બેટિંગ કરી હતી. મધ્યપ્રદેશ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પ્રથમ દિવસે બેટિંગ કરતી વખતે અવેશ ખાનના બોલથી હનુમા વિહારીના કાંડામાં ફ્રેક્ચર થયું હતું. આમ છતાં હનુમાએ હાર ન માની. આખરે તે મેચના બીજા દિવસે બેટિંગ કરવા ગયો હતો. હનુમા વિહારી પોતાની ટીમની નવમી વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા આવ્યો હતો.
Narendra Modi Stadium : ફાઇવ સ્ટાર હોટેલથી કમ નથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
આંધ્ર પ્રદેશે નવ વિકેટે 353 રન બનાવ્યા : જ્યારે હનુમા વિહારી જમણા હાથે ફ્રેકચર હોવા છતાં ડાબા હાથે બેટિંગ કરવા આવ્યો ત્યારે આંધ્ર પ્રદેશે નવ વિકેટે 353 રન બનાવ્યા હતા. હનુમા વિહારીએ અવેશ ખાન અને કુમાર કાર્તિકેયને બે ચોગ્ગા ફટકાર્યા હતા. હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચના પહેલા દિવસે વિહારી અવેશના બાઉન્સરનો ભોગ બન્યો હતો. જે બાદ તે રિટાયર્ડ હર્ટ થયો હતો.