નવી દિલ્હીઃ એશિયા કપ 2023ને લઈને BCCIએ સ્પષ્ટ કહ્યું છે કે જો આ ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળ પર યોજાશે તો તે તેમાં ભાગ લેશે. ભારતે આ એશિયા કપને UAE શિફ્ટ કરવાની માંગ કરી છે. આ સાથે જ ભારતે પાકિસ્તાનમાં એશિયા કપ રમવાની ના પાડી દીધી છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. જેના કારણે પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન જાવેદ મિયાંદાદ ગુસ્સે થઈ ગયા અને તેમણે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. મિયાંદાદે કહ્યું છે કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવે તો આપણે પણ ભારતનો પ્રવાસ ન કરવો જોઈએ.
આ પણ વાંચો: Dhawan and Iyer Dance Video : શિખર ધવન-શ્રેયસ ઐયર 'બેબી કેલમ ડાઉન' ગીત પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો
BCCIના સચિવ જય શાહે સ્પષ્ટ કહ્યું હતું કે: દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદે એશિયા કપને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે, પાકિસ્તાનને યજમાનીનો મોકો મળી રહ્યો છે, આવી સ્થિતિમાં ICCએ પોતાની ભૂમિકા ભજવવી જોઈએ અને આવી બાબતોનો ઉકેલ લાવવો જોઈએ. આટલું જ નહીં, જાવેદ મિયાંદાદે BCCIની ટીકા કરતા 'ગો ટુ હેલ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2023ને લઈને વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની તાજેતરની બેઠકમાં BCCIના સચિવ જય શાહે સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. જો આ ટુર્નામેન્ટ બીજે ક્યાંક યોજાશે તો જ તેમાં ભારતીય ટીમ ભાગ લેશે.
આ પણ વાંચો: IND vs AUS Test Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટનો આવો છે ઇતિહાસ
પાકિસ્તાન એશિયા કપનું આયોજન કરી રહ્યું છે: BCCI સેક્રેટરી જય શાહના નિવેદન પર જાવેદ મિયાંદાદે પલટવાર કર્યો કે, ICCએ તમામ ટીમો માટે એક નિયમ બનાવવો જોઈએ, જે મુજબ જો કોઈ ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો ઈન્કાર કરે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ભારતીય ભીડ ખૂબ જ ખરાબ વર્તન કરે છે. જો ટીમ ઈન્ડિયા હારશે તો ચાહકો બેકાબૂ થઈ જશે. જણાવી દઈએ કે, આ વખતે પાકિસ્તાન એશિયા કપનું આયોજન કરી રહ્યું છે, પરંતુ ભારતે ત્યાં જવાની ના પાડી દીધી છે. તેના જવાબમાં પાકિસ્તાને કહ્યું છે કે જો ભારત તેમના દેશમાં એશિયા કપ રમવા નહીં આવે તો તેઓ પણ ODI વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારત નહીં જાય.