ETV Bharat / sports

ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીએ કોહલી અંગે કર્યો ખુલાસો, કહ્યું- વિરાટ સૌથી વધુ અપશબ્દ બોલનારો ખેલાડી - Test match between India and England at Lord's

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે બંને ટીમના ખેલાડીઓ આપસમાં ઝઘડતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ મામલો ત્યારે વધી ગયો જ્યારે મેચના છેલ્લા દિવસે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ઈંગ્લિશ બેટ્સમેનોને (English Batsman) સ્લેજ કરતા જોવા મળ્યો. આ મામલા પર પૂર્વ ઈંગ્લિશ ખેલાડી નિક કોમ્પ્ટને કહ્યું હતું કે, કોહલી સૌથી વધારે અપશબ્દો બોલનારો ખેલાડી છે.

ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીએ કોહલી અંગે કર્યો ખુલાસો, કહ્યું- વિરાટ સૌથી વધુ અપશબ્દ બોલનારો ખેલાડી

author img

By

Published : Aug 19, 2021, 2:02 PM IST

  • ભારત અને ઈંગ્લેન્ડ (India and England) વચ્ચે લોડ્સમાં રમાઈ રહી છે ટેસ્ટ મેચ
  • આ ટેસ્ટ મેચમાં બંને ટીમના ખેલાડીઓ આપસમાં ઝઘડ્યા
  • મેચના છેલ્લા દિવસે વિરાટ કોહલીએ (Virat Kohli) ઈંગ્લિશ બેટ્સમોને સ્લેજ કર્યા
  • પૂર્વ ઈંગ્લિશ ખેલાડીએ વિરાટ કોહલી (Virat Kohli) અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
  • વિરાટ કોહલી (Virat Kohli) સૌથી વધુ અપશબ્દો બોલનારો ખેલાડી છેઃ નિક કોમ્પ્ટન

લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં છેલ્લા દિવસે બંને ટીમના ખેલાડીઓ આપસમાં ઝઘડી પડ્યા હતા. ત્યારે આવા સમયે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર નિક કોમ્પ્ટને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધુ અપશબ્દ બોલનારો વ્યક્તિ છે. કોમ્પ્ટને ઈંગ્લેન્ડ માટે વર્ષ 2012થી 2016ની વચ્ચે 16 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 775 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો- 'મને યોગ્ય સપોર્ટ મળ્યો હોત તો હું વર્લ્ડ ન. 01 હોત' : બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા

વર્ષ 2012નો દિવસ હું ક્યારેય ન ભૂલી શકુંઃ કોમ્પ્ટન

કોમ્પ્ટને ટ્વિટ કરી કહ્યું હતું કે, શું કોહલી સૌથી વધારે અપશબ્દ બોલનારો વ્યક્તિ નથી. હું ક્યારેય પણ તે વાતને ન ભૂલી શકું. જ્યારે મને વર્ષ 2012માં અપશબ્દ કહેવામાં આવ્યા હતા. કોમ્પ્ટનના દાદા ડેનિસ કોમ્પ્ટને વર્ષ 1937થી 1957 સુધી 78 ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ પણ વાંચો- લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 151 રન જીતીને રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીના નામે નોંધાયા 3 મોટા રેકોર્ડ

Isn’t Kohli the most foul mouthed individual. I’ll Never forget the barrage of abuse I received in 2012 when the swearing 🤬 stunned me to the point that he did himself a serious disservice. It highlights what a level headed and grounded man Root, Tendulkar, Williamson et al are

— Nick Compton (@thecompdog) August 18, 2021

ઓસ્ટ્રેલિયાના કારણે ક્રિકેટમાં ઝઘડા વધ્યા

કોમ્પ્ટનના દાદા ડેનિસ કોમ્પ્ટને વર્ષ 1937થી 1957 સુધી 78 ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે સમયે ક્રિકેટ જેન્ટલમેનની રમત ગણાતી હતી, જ્યાં ક્યારેક ક્યારેક મેદાન પર નાનો મોટો ઝઘડો થતો હતો. જોકે, વર્ષ 1970ના દાયકાથી આ સામાન્ય થઈ ગયું અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સના કારણે વર્ષ 1990થી 2000 દરમિયાન આમાં વધારો થયો હતો.

બીજી ટેસ્ટના પાંચમા દિવેસ કોહલી અને જેમ્સ એન્ડરસન વચ્ચે થયો હતો ઝઘડો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે કોહલી અને ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન વચ્ચે ઝઘડો થયો હતો. જોકે, કોહલીએ પછી એન્ડરસનથી હાથ મિલાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.