નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર ઈયોન મોર્ગને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. મોર્ગનના આ નિર્ણયથી 2006માં શરૂ થયેલી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પણ અંત આવ્યો. મોર્ગને તેની સફરની યાદ તાજી કરતા સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તે 2019માં વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો.
- — Eoin Morgan (@Eoin16) February 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— Eoin Morgan (@Eoin16) February 13, 2023
">— Eoin Morgan (@Eoin16) February 13, 2023
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોર્ગનની સફરઃ મોર્ગને 16 ટેસ્ટમાં 30.43ની એવરેજથી 700 રન બનાવ્યા હતા. તેણે 248 વનડેમાં 39.29ની એવરેજ અને 91.16ની સ્ટ્રાઈક રેટથી 7,701 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 148 છે. તેણે આ ફોર્મેટમાં 14 સદી અને 47 અર્ધસદી ફટકારી છે. તેણે 115 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 28.58ની એવરેજથી 2,458 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે 14 અડધી સદી છે.
-
England's 2019 World Cup-winning captain Eoin Morgan announces retirement from all forms of professional cricket. pic.twitter.com/mTkQdd1I5V
— ANI (@ANI) February 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">England's 2019 World Cup-winning captain Eoin Morgan announces retirement from all forms of professional cricket. pic.twitter.com/mTkQdd1I5V
— ANI (@ANI) February 13, 2023England's 2019 World Cup-winning captain Eoin Morgan announces retirement from all forms of professional cricket. pic.twitter.com/mTkQdd1I5V
— ANI (@ANI) February 13, 2023
મોર્ગન આયર્લેન્ડ તરફથી રમ્યો હતો: મોર્ગન તેની ઉત્તમ બેટિંગ માટે જાણીતો હતો. તેણે લાંબા સમય સુધી ઈંગ્લેન્ડની ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. ઈંગ્લેન્ડ પહેલા મોર્ગન આયર્લેન્ડ તરફથી રમ્યો હતો. જોકે, તેના સાતત્યપૂર્ણ પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર ઈયોન મોર્ગને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
ઈંગ્લેન્ડે વર્લ્ડકપ જીત્યોઃ ક્રિકેટની શરૂઆત કરનાર દેશ વિશે વિચારીએ તો ઈંગ્લેન્ડનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. પરંતુ તેમ છતાં ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવા છતાં ઈંગ્લેન્ડ ઘણા વર્ષો સુધી વર્લ્ડ કપ જીતી શક્યું નથી. પરંતુ, આ શાનદાર પ્રદર્શન ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને વર્ષ 2019માં કર્યું હતું. ઇંગ્લેન્ડે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ, એવા અહેવાલો હતા કે, મોર્ગન ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે, અને હવે ICCએ સત્તાવાર માહિતી આપી છે કે, તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાળામાં નહિ પણ આ મેદાનમાં રમાશે
16 વર્ષ પછી નિવૃત્તીઃ 2006માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર ઈયોન મોર્ગન 16 વર્ષ પછી નિવૃત્ત થયા છે. મોર્ગન, જે અગાઉ 2006 થી 2009 દરમિયાન આયર્લેન્ડ માટે ક્રિકેટ રમ્યો હતો, તે પછીના તમામ વર્ષોમાં ઈંગ્લેન્ડ માટે રમ્યો હતો. 35 વર્ષીય મોર્ગન મર્યાદિત ઓવરના સુકાની હોવા ઉપરાંત ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે ઈંગ્લેન્ડ માટે 225 વનડેમાં 13 સદીની મદદથી 6 હજાર 957 રન બનાવ્યા છે.
-
🚨 EOIN MORGAN RETIRES FROM CRICKET 🚨
— England's Barmy Army (@TheBarmyArmy) February 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Captain, leader, legend. Enough said.
Thanks @Eoin16 ❤️ pic.twitter.com/lL9xhaNK92
">🚨 EOIN MORGAN RETIRES FROM CRICKET 🚨
— England's Barmy Army (@TheBarmyArmy) February 13, 2023
Captain, leader, legend. Enough said.
Thanks @Eoin16 ❤️ pic.twitter.com/lL9xhaNK92🚨 EOIN MORGAN RETIRES FROM CRICKET 🚨
— England's Barmy Army (@TheBarmyArmy) February 13, 2023
Captain, leader, legend. Enough said.
Thanks @Eoin16 ❤️ pic.twitter.com/lL9xhaNK92
126 મેચમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કર્યુંઃ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ તરફથી 14 સદી સાથે 7701 રન. રસપ્રદ વાત એ છે કે તેણે 126 મેચમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું અને ટીમ માટે 76 મેચ જીતી. તેથી તેની મેચ વિનિંગ એવરેજ 5.25 હતી. આમાં તેણે 2019માં ટીમ માટે જીતેલો પહેલો વનડે વર્લ્ડ કપ મહત્વપૂર્ણ હતો.