નવી દિલ્હી: મહિલા 20 વર્લ્ડ કપમાં બીજી સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. સેમી ફાઇનલ જીતીને દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. હવે દક્ષિણ આફ્રિકાનો ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન ઓર સેમી ફાઇનલ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ પહેલા ટોસ જીતીને 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા.
-
Phenomenal Proteas! 👏 👏
— T20 World Cup (@T20WorldCup) February 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
History in Cape Town as South Africa go through to the final of the Women’s #T20WorldCup 🙌#ENGvSA | #TurnItUp pic.twitter.com/fcXLpWZLpZ
">Phenomenal Proteas! 👏 👏
— T20 World Cup (@T20WorldCup) February 24, 2023
History in Cape Town as South Africa go through to the final of the Women’s #T20WorldCup 🙌#ENGvSA | #TurnItUp pic.twitter.com/fcXLpWZLpZPhenomenal Proteas! 👏 👏
— T20 World Cup (@T20WorldCup) February 24, 2023
History in Cape Town as South Africa go through to the final of the Women’s #T20WorldCup 🙌#ENGvSA | #TurnItUp pic.twitter.com/fcXLpWZLpZ
દક્ષિણ આફ્રિકાની શાનદાર શરૂઆત: દક્ષિણ આફ્રિકા ટીમ તરફથી લૌરા વોલ્વાર્ડ અને તાઝમિન બ્રિટ્સે શનદાર શરૂઆત કરી હતી. બંને 96 રનની ભાગીદારી કરીને મજબૂતર શરૂઆત કરાવી હતી. વોલ્વાર્ડે 44 બોલમાં 1 છગ્ગો અને 5 ચોગ્ગા ફટકારીને 53 રન બનાવ્યા હતા..જયારે ટીમનો સ્કોર 96 રન પર પહોંચ્યો ત્યારે તેને પોતાની વિકેટ ગુમાવી હતી.. તો બીજી તરફ તાઝમિને પણ 55 બોલનો સામનો કરીને 68 રનની શાનદાર ઈનીંગ રમી હતી. તાઝમિને 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો Sports News: ટીમ ઈન્ડિયાના બોલરનું સપનું છે કોહલી જેવું બનવું, ક્રિકેટ રેન્કિંગમાં છે નંબર 1 પર
-
From 2020 #T20WorldCup semi-final heartbreak to booking their spot in the 2023 final.
— ICC (@ICC) February 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
South Africa have come a long way 👏 pic.twitter.com/QW6s5EzISL
">From 2020 #T20WorldCup semi-final heartbreak to booking their spot in the 2023 final.
— ICC (@ICC) February 24, 2023
South Africa have come a long way 👏 pic.twitter.com/QW6s5EzISLFrom 2020 #T20WorldCup semi-final heartbreak to booking their spot in the 2023 final.
— ICC (@ICC) February 24, 2023
South Africa have come a long way 👏 pic.twitter.com/QW6s5EzISL
ઈંગ્લેન્ડના હાથમાંથી મેચ સરકી: પોતાની ઇનિંગ્સની શરુઆતથી મેચમાં ઈંગ્લેન્ડે પકડ મજબૂત બનાવી રાખી હતી. જો કે ત્યારબાદ વિકેટનું પાટણ શરૂ થતા તેઓ શરૂઆતને જીતમાં બદલી શક્યા ન હતા. ઇંગ્લેન્ડ તરફથી ડેનિયલ વોટ્ટ એ 30 બોલમાં 4 ચોગ્ગા ફટકારી 34 રન બનાવ્યા હતા. ઉપરાંત ઓપનર શોફિયા ડંકલેએ 16 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. ઈંગ્લીશ ટીમ તરફથી નેટ સિવીયર બ્રન્ટે 34 બોલમાં 40 રન બનાવ્યા હતા જે સૌથી વધુ હતા. ટીમના કેપ્ટન હેથર નાઈટે 25 બોલમાં 31 રન બનાવ્યા હતા. મેચની છેલ્લી ઓવરમાં વિકેટ ગુમાવી મેચ હરિ ગયા હતા.
ફાઈનલ ગુરુવારે રમાશે: ઈંગ્લીશ બેટ્સમેન બ્રન્ટની વિકેટ ગુમાવવા સાથે જ મેચ હાથમાંથી સરકતી જોવા મળી હતી. કેપટને સંઘર્ષ જારી રાખ્યો હતો. બીજી તરફ એક બાદ એક વિકેટ પડી જતા ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો. આ પરાજય સાથે તેનો સેમી ફાઇનલથી જ સફર પૂરો થયો હતો. હવે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ગુરુવારે ફાઇનલ મેચ રમાશે..