- જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાંથી બહાર
- અંગત કારણોસર જસપ્રીત બુમરાહ નહીં રમે ચોથી ટેસ્ટ
- ગુજરાતનો લોકલ બોય છે બુમરાહ
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની આખરી ટેસ્ટ 4 માર્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો લાગ્યો છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ 4થી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેમણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ને ટીમમાંથી રિલીઝ કરવાની માગ કરી છે. બુમરાહે વ્યક્તિગત કારણોસર ચોથી ટેસ્ટ મેચ નહી રમવાનો નિર્ણય લીધો છે.
જસપ્રીત બુમરાહ 20-20 મેચની ડેથ ઓવરનો એક્સપર્ટ
બોર્ડના સચિવ જય શાહે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું છે કે, જસપ્રીત બુમરાહે અનુરોધ કર્યો છે કે તે વ્યક્તિગત કારણોસર ચોથી ટેસ્ટ રમશે નહીં. તેમને ટીમમાંથી રિલીઝ કરી દેવાયા છે. બુમરાહને સીમિત ઓવરોની સિરીઝ પહેલાં આરામ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટીમમાંથી ખસી ગયા બાદ બુમરાહને હોમ મેદાન પર વિકેટ લેવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું છે, હવે તેને તેના માટે રાહ જોવી પડશે.
ચોથી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે(ઉપકેપ્ટન), કે.એલ.રાહુલ, હાર્દિક પંડયા, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા(વિકેટ કિપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વૉશિગ્ટન સુંદર, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.