ETV Bharat / sports

Alex Hales Retirement: ICC વર્લ્ડ કપ 2023 પહેલા ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેને કરી સંન્યાસની જાહેરાત

author img

By

Published : Aug 5, 2023, 11:34 AM IST

ICC વર્લ્ડ કપ 2023 પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

Etv BharatAlex Hales Retirement
Etv BharatAlex Hales Retirement

લંડનઃ ઈંગ્લેન્ડના સ્ટાર ઓપનીંગ બેટ્સમેન એલેક્સ હેલ્સે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. એલેક્સ હેલ્સે ત્રણેય ફોર્મેટમાં 156 મેચ રમી અને 5066 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના ક્રિકેટર તરીકે તેની છેલ્લી મેચ 2022 મેન્સ ટી20 વર્લ્ડ કપ જીતવા માટે ગયા વર્ષે નવેમ્બરમાં MCG ખાતે પાકિસ્તાન સામે 5 વિકેટથી જીત મેળવી હતી.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત: હેલ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરતા હેલ્સે એક નિવેદનમાં કહ્યું, 'મારા માટે ત્રણેય ફોર્મેટમાં 156 મેચોમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. મેં કેટલીક યાદો અને કેટલીક મિત્રતા જીવનભર ટકાવી રાખી છે અને મને લાગે છે કે, હવે આગળ વધવાનો યોગ્ય સમય છે.

  • 156 Matches🧢
    5066 Runs 🏏
    578 Fours 💥
    123 Sixes 💥
    T20 World Cup Winner 🏆

    Thank you, Alex 👏

    Alex Hales has announced his retirement from international cricket. pic.twitter.com/xXOUmFjide

    — England Cricket (@englandcricket) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તમામનો આભાર માન્યો: 'ઈંગ્લેન્ડની જર્સીમાં મેં મારા સમગ્ર સમય દરમિયાન કેટલાક ઊંચા અને કેટલાક નીચા અનુભવ કર્યા છે. આ એક અવિશ્વસનીય સફર રહી છે અને મને ખૂબ જ સંતોષ છે કે ઈંગ્લેન્ડ માટે મારી છેલ્લી રમત વર્લ્ડ કપ ફાઈનલ જીતવાની હતી. 'સમગ્ર ઉતાર-ચઢાવ દરમિયાન, મને હંમેશા મારા મિત્રો, કુટુંબીજનો અને વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ચાહકો તરફથી ખૂબ જ મોટો સપોર્ટ મળ્યો છે. હું રમવાનું ચાલુ રાખવા અને વિશ્વભરમાં વધુ ફ્રેન્ચાઇઝી ક્રિકેટનો અનુભવ કરવા આતુર છું.

આશ્ચર્યજનક વાપસી કરી હતી: ઈંગ્લેન્ડના પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ પ્રવાસ તેમજ જોની બેરસ્ટો પગની ગંભીર ઈજાને કારણે રમતમાંથી બહાર થઈ ગયા બાદ હેલ્સે T20 વર્લ્ડ કપ માટે આશ્ચર્યજનક વાપસી કરી હતી. હેલ્સે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે ઇંગ્લેન્ડની છેલ્લી બે ગ્રુપ મેચોમાં 52 અને 47 રન બનાવ્યા હતા.

ભારત સામે યાદગાર ઈનિંગ: તે પછી તે તેના શ્રેષ્ઠ દેખાવમાં હતો, તેણે 47 બોલમાં અણનમ 86 રન ફટકારીને એડિલેડમાં સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. MCG ખાતે ફાઇનલમાં તે સસ્તામાં આઉટ થયો હોવા છતાં, હેલ્સ આખરે T20 વર્લ્ડ કપ વિજેતા તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને વિદાય આપવા સક્ષમ હતો.

  • •5066 Int'l runs.
    •7 100s, 31 50s in Int'l.
    •First England batter score T20I 100.
    •HS in T20I for ENG.
    •MOM in T20 WC 2022 Semi.
    •Hundred in T20 WC.
    •T20 WC Winner.

    Alex Hales is one of the finest batsman for England of this Modern Era - Thank You, Hales for all memories! pic.twitter.com/dHrRY3Sz0B

    — CricketMAN2 (@ImTanujSingh) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એલેક્સ હેલ્સનું ક્રિકેટ કેરિયર: એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે 7 સદી ફટકારી છે. હેલ્સે 11 ટેસ્ટ રમી છે જેમાં 573 રન અને 5 અડધી સદી ફટકારી છે. વન ડેમાં 6 સદી અને 14 અડધી સદી 2419 રન બનાવ્યા છે. હેલ્સે T20 ઇન્ટરનેશનલમાં 1 સદી અને 12 અડધી સદી સાથે 2074 રન બનાવ્યા છે.

આ પણ વાંચો:

  1. India vs Pakistan :ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ, જાણો કયા દિવસે થશે મેચ
  2. Stuart Broad: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અન્ય કોઈ ક્રિકેટર ના કરી શક્યો એવુ કરી ગયો સ્ટુઅર્ટ બ્રોડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.