ETV Bharat / sports

બદલાઈ જશે Indian cricket ટીમ? T-20 World Cup પછી રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફ પડી શકે છે અલગ - મુખ્ય કોચ રવિ શાસ્ત્રી

ટીમ ઈન્ડિયા (Team India) બદલાવાની છે..! રવી શાસ્ત્રી પ્રથમ વખત ડિરેક્ટર તરીકે વર્ષ 2014 માં ટીમ ઇન્ડિયા સાથે જોડાયા હતા. તેમનો કરાર વર્ષ 2016 સુધીનો હતો. આ પછી અનિલ કુંબલેને એક વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યા હતા.

બદલાઈ જશે Indian cricket ટીમ? T-20 World Cup પછી રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફ પડી શકે છે અલગ

author img

By

Published : Aug 11, 2021, 1:12 PM IST

  • ભારતીય ક્રિકેટ ટીમમાં આવશે પરિવર્તન
  • મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાથી થશે અલગ
  • T20 World Cup બાદ કરાર પુર્ણ થશે

નવી દિલ્હી: જો કોઈ કહે કે ટીમ ઈન્ડિયા (Team India) બદલાવાની છે, તો તમે ભાગ્યે જ આ વાત પર વિશ્વાસ કરશો. પરંતુ, આ પરિવર્તન ટૂંક સમયમાં જ જોવા મળશે. સમાચાર છે કે, ટી ​​20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં ઘણું બધું બદલાઈ ગયું છે. તેના સપોર્ટ સ્ટાફ અલગ પડી શકે છે. રવિ શાસ્ત્રી (Ravi Shastri) નો ઇરાદો પણ હવે અલગ છે. મળતા અહેવાલ મુજબ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈ (UAE) માં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાથી અલગ થવા માંગે છે. આ બધાનો કરાર ટી 20 વર્લ્ડકપ સુધીનો છે.

કરાર સમાપ્ત થયા બાદ ટીમ ઇન્ડિયાથી અલગ થવાનો વિચાર

રિપોર્ટ અનુસાર શાસ્ત્રીએ આ ઈરાદા સાથે ભારતીય ક્રિકેટ બોર્ડના કેટલાક સભ્યોને બે-ચાર પણ કર્યા છે. તેણે કહ્યું કે, કરાર સમાપ્ત થયા બાદ તે ટીમ ઇન્ડિયાથી અલગ થવાનું વિચારી રહ્યા છે. તે જ સમયે ટીમના અન્ય સપોર્ટ સ્ટાફ IPL ટીમો સાથે સતત સંપર્કમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ પણ હવે ટીમ ઇન્ડિયા માટે નવો સપોર્ટ સ્ટાફ બનાવવા માંગે છે.

સારી રીતે સફળ થયા પરંતુ ICC ના ખિતાબથી દૂર રહ્યા

રવિ શાસ્ત્રી ડિરેક્ટર તરીકે વર્ષ 2014 માં પ્રથમ વખત ટીમ ઇન્ડિયા સાથે જોડાયા હતા. તેમનો કરાર વર્ષ 2016 સુધીનો હતો. આ પછી અનિલ કુંબલેને એક વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યા હતા. 2017 માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર બાદ રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના પૂર્ણકાલીન કોચ બન્યા હતા. શાસ્ત્રીના કોચ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયામાં ઘરથી દૂર ક્રિકેટ શ્રેણી જીતી અને પછી ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમી. ભરત અરુણના બોલિંગ કોચ હેઠળ ટીમ ઈન્ડિયાનું બોલિંગ આક્રમણ અને ઘાતક બન્યું છે. ત્યાં આર. શ્રીધરે ભારતની ફિલ્ડિંગમાં નવો ફેરફાર લાવવાનું કામ કર્યું છે. જો કે, આ બધું હોવા છતાં ભારત એક પણ ICC ખિતાબ જીતી શક્યું નથી. 2019 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં હારી ગઈ હતી. ત્યારે આ પછી ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટ વર્લ્ડ કપ એટલે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ હારી ગઈ.

ટીમ માટે તેના કોચ અને કેપ્ટન વચ્ચે યોગ્ય સમન્વય હોવો જરૂરી

જોકે, ICC ટુર્નામેન્ટને બાદ કરતા છેલ્લા 4 વર્ષમાં ભારતે શાસ્ત્રી અને કંપની હેઠળ વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકામાં ક્લીન સ્વીપ કર્યું હતું. આ સાથે જ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. વિદેશી મેદાન ઉપરાંત ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોને ઘરઆંગણે હરાવી હતી. શાસ્ત્રી એન્ડ કંપનીના કોચિંગ હેઠળ ભારતની બેન્ચ સ્ટ્રેન્થ માત્ર મજબૂત બની નથી પણ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતીને પોતાને સાબિત કરી છે. એક ટીમ માટે તેના કોચ અને કેપ્ટન વચ્ચે યોગ્ય સમન્વય હોવો ખૂબ જ જરૂરી છે. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના જોડાણમાં આ વસ્તુ ઘણી જોવા મળી છે.

આ પણ વાંચો: વિરાટ કોહલી અને આર. અશ્વિને ભારતીય ઓલિમ્પિક રમતવીરોને કહ્યું કે અમને તમારા પર ગર્વ છે

BCCI માં ફેરફાર ઇચ્છે છે - અહેવાલ

ભારતીય ક્રિકેટ બોર્ડ હવે પરિવર્તન ઇચ્છે છે. તેમનું માનવું છે કે, હવે માત્ર બદલાવ સાથે જ ટીમ આગલા લેવલ સુધી પહોંચી શકે છે અને વિશ્વ ક્રિકેટમાં અજેય ટીમ તરીકે ઉભરી શકે છે. પ્રોટોકોલ મુજબ, T- 20 વર્લ્ડ કપ બાદ BCCI નવા મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવશે. બોર્ડના કેટલાક અધિકારીઓએ સંકેત આપ્યા છે કે, રાહુલ દ્રવિડને નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવશે. દ્રવિડ હાલમાં NCAના ડિરેક્ટર છે અને આ ભૂમિકા માટેનો તેમનો કરાર સપ્ટેમ્બરમાં સમાપ્ત થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.