- પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિનોદ કાંબલી સાયબર ફ્રોડનો શિકાર બન્યો
- બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો
- પોલીસ અધિકારીએ કાંબલી સાથે છેતરપિંડી અંગે માહિતી આપી
મુંબઈઃ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિનોદ કાંબલી (Former Indian cricketer Vinod Kambli )સાયબર ફ્રોડનો( Cyber fraud)શિકાર બન્યો છે. આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં (Bandra Police Station ) કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે એક પોલીસ અધિકારીએ કાંબલી સાથે છેતરપિંડી (Kambli is a victim of fraud )અંગે માહિતી આપી હતી.
ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા
અધિકારીના જણાવ્યા અનુસાર, બેંક ઓફિસર તરીકે દેખાતા એક વ્યક્તિએ કાંબલીને ફોન કર્યો અને તેને એક લિંક મોકલી. કાંબલીએ જેવી તે લિંક ખોલી, થોડા સમય પછી તેના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા.
પોલીસે આરોપીની શોધ ચાલુ કરી
આ અંગે મંગળવારે ભારતીય દંડ સંહિતાની કલમ-420(Article 420 of the Indian Penal Code ) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની શોધ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સેલિબ્રિટીઓને પણ નિશાન બનાવવા લાગ્યા
વાસ્તવમાં, આ એવી વસ્તુ છે જેના વિશે સામાન્ય લોકો ખૂબ જ ચિંતિત છે અને તાજેતરના વર્ષોમાં આવી અસંખ્ય ઘટનાઓ બની છે. પરંતુ હવે આ ગુનેગારોનું મનોબળ એટલું વધી ગયું છે કે હવે તેઓ સેલિબ્રિટીઓને પણ નિશાન (Victims of celebrity fraud )બનાવવા લાગ્યા છે.
આ પણ વાંચોઃ Under 19 Team India : એશિયા કપ અને પ્રિપેરેટરી કેમ્પ માટે ભારતે અંડર 19 ટીમની જાહેરાત કરી
આ પણ વાંચોઃ Women's Asian Hockey Champions Trophy 2021: ભારત 9 ડિસેમ્બરે ચીન સામે નહીં રમે, ટીમના સભ્ય કોરોના પોઝિટિવ