ETV Bharat / sports

VIRAT STEPS DOWN AS INDIA TEST CAPTAIN: વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી - ભારતના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું

ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. શનિવારે તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

VIRAT STEPS DOWN AS INDIA TEST CAPTAIN: વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી

author img

By

Published : Jan 15, 2022, 8:06 PM IST

નવી દિલ્હી : વિરાટ કોહલીએ શનિવારે જાહેરાત કરી કે, તે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી રહ્યો છે. ગયા વર્ષે, કોહલીએ T20 કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું અને થોડા સમય પછી તેને ODI કેપ્ટનના પદ પરથી પણ હટાવવામાં આવ્યો હતો કારણ કે, પસંદગીકારો મર્યાદિત ઓવરોના ફોર્મેટ માટે એક જ કેપ્ટન ઇચ્છતા હતા.

7 વર્ષથી ટીમને સાચી દિશામાં લઈ જવા સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કર્યું

ટ્વિટર પર નિવેદન પોસ્ટ કરતા કોહલીએ જણાવ્યું હતું કે, "7 વર્ષથી ટીમને સાચી દિશામાં લઈ જવા માટે મેં દરરોજ સખત અને અથાક મહેનત કરી છે, મેં સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કર્યું છે અને ત્યાં કંઈપણ છોડ્યું નથી અને મારા માટે ભારતની ટેસ્ટ કેપ્ટશિપ છોડવાનો સમય આવી ગયો છે, આ પ્રવાસમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ ક્યારેય પ્રયત્નો કે વિશ્વાસની કમી આવી નથી. હંમેશા દરેક બાબતમાં મારું 120 ટકા આપવામાં વિશ્વાસ રાખું છું, અને જો હું તે ન કરું તો, હું જાણું છું કે તે યોગ્ય રહેશે નહીં. મારા હૃદયમાં સંપૂર્ણ સ્પષ્ટતા છે અને હું મારી ટીમ સાથે અપ્રમાણિક ન થઇ શકું."

કોહલીએ BCCIનો આભાર માન્યો

  • BCCI congratulates #TeamIndia captain @imVkohli for his admirable leadership qualities that took the Test team to unprecedented heights. He led India in 68 matches and has been the most successful captain with 40 wins. https://t.co/oRV3sgPQ2G

    — BCCI (@BCCI) January 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોહલીએ વધુમાં જણાવ્યું કે, “હું BCCIનો આભાર માનું છું કે, તેમને મને આટલા લાંબા સમય સુધી મારા દેશનું નેતૃત્વ કરવાની તક આપી અને સૌથી અગત્યનું એ તમામ સાથી ખેલાડીઓનો આભાર માનું છું, જેમણે પહેલા દિવસથી જ ટીમને મદદ કરી અને ટીમ માટે બધું કર્યું છે અને કોઈપણ પરિસ્થિતિમાં ક્યારેય હાર માની નથી. તમે લોકોએ મારા આ સફરને ખૂબ જ યાદગાર અને સુંદર બનાવ્યો છે. રવિભાઈ અને સપોર્ટ ગ્રૂપ આ ગાડીની પાછળનું એન્જિન હતું જેણે અમને ટેસ્ટ ક્રિકેટમાં ઉપર તરફ લઈ ગયાં હતા. અંતે, એમએસ ધોનીનો ખૂબ ખૂબ આભાર, જેમણે મરા પર કેપ્ટન તરીકે વિશ્વાસ કર્યો અને મને એક સક્ષમ વ્યક્તિના રુપમાં શોધી કાઢ્યો જે ભારતીય ક્રિકેટને આગળ લઈ જઈ શકે."

દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝ ગુમાવ્યા પછી કોહલીનો નિર્ણય સામે આવ્યો

કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે રાજીનામું આપવાનો નિર્ણય શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે ભારતની 3 મેચની ટેસ્ટ સિરીઝ ગુમાવ્યાના એક દિવસ બાદ સામે આવ્યો છે. સૌથી લાંબા ફોર્મેટમાં વિરાટ કોહલીની સૌથી મોટી જીત 2018-19 દરમિયાન મળી હતી કારણ કે, ભારતે ડાઉન અંડર (ઓસ્ટ્રેલિયા)માં તેમની પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી હતી, તેમની કપ્તાની હેઠળ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પણ પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોહલીએ નવેમ્બર 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી નથી, તેણે છેલ્લી વખત ઈડન ગાર્ડન્સ ખાતે ડે/નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી.

આ પણ વાંચો:

IPL 2021 બાદ વિરાટ RCB ની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું

કોહલીની કેપ્ટનશીપથી નાખુશ હતા ઈન્ડિય ક્રિકેટ ટીમ મેમ્બર્સ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.