અમદાવાદ : વલ્ડૅકપ 2023ના આરંભ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરિસરમાં આવેલ જીસીએ સ્પોર્ટસ ક્લબ ખાતે 10 ટીમના કપ્તાનોએ ઉપસ્થિત રહીને પોત-પોતાની ટીમને વિશ્વ વિજેતા થવાના દાવા ઉપસ્થિત મીડિયા ટોક દરમિયાન કરી છે. ભારતના કપ્તાન રોહિત શર્માએ ભારતીય કન્ડિશનમાં ભારતીય ટીમનું ફોર્મ અને પરફોમન્સ પર ભરોસો રાખી આત્મવિશ્વાસ દાખવ્યો છે. વિશ્વના 10 ક્રિકેટ ટીમના કપ્તાનોએ એ પ્રેસમીટમાં રસપ્રદ કહ્યું એ જાણીએ..
-
𝟭𝟬 𝗖𝗮𝗽𝘁𝗮𝗶𝗻𝘀. 𝟭 𝗚𝗼𝗮𝗹 🏆#CWC23 | #TeamIndia pic.twitter.com/ivQ0lsT9mp
— BCCI (@BCCI) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝟭𝟬 𝗖𝗮𝗽𝘁𝗮𝗶𝗻𝘀. 𝟭 𝗚𝗼𝗮𝗹 🏆#CWC23 | #TeamIndia pic.twitter.com/ivQ0lsT9mp
— BCCI (@BCCI) October 4, 2023𝟭𝟬 𝗖𝗮𝗽𝘁𝗮𝗶𝗻𝘀. 𝟭 𝗚𝗼𝗮𝗹 🏆#CWC23 | #TeamIndia pic.twitter.com/ivQ0lsT9mp
— BCCI (@BCCI) October 4, 2023
વલ્ડૅકપ 2023 માટે ભારતીય ટીમના દરેક સભ્યો ફોર્મમાં છે અને સ્ટેડિયમમાં દર્શકોના પ્રોત્સાહનથી ટીમ વિજયી બની શકશે એવો વિશ્વાસ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વ્યક્ત કર્યો હતો. રોહિત શર્માએ વધારામાં જણાવ્યું કે, છેલ્લા લાંબા સમયથી ટીમના સભ્યો પોતાની ધરતી પર જીતવા રોમાંચિત છે. જેના કારણે ટીમનું મોરલ હાઇ છે. - ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ભારતમાં મળેલ આદર સત્કાર અને હૈદરાબાદી બિરીયાનીના ભરપેટ વખાણ કર્યા હતા. બાબર આઝમે કહ્યું કે, અમે સાત દિવસથી ભારતીય વાતાવરણમાં ટેવાઇ ગયા છીએ એટલે કોઇ ભાર અનુભવાતો નથી. બાબરે પોતાની ટીમની તાકાત બોલિંગને ગણાવી હતી. સાથે કહ્યું હતુ કે, જો પાકિસ્તાનના ફેન્સ મેચમાં હોત તો અમારો ઉત્સાહ વઘતો. - પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ભારતમાં ક્રિકેટ રોમાંચ છે. જે લોકોને જોડે છે. હાલની ઓસ્ટ્રેલિયાની ટીમ પાસે સારું કોમ્બિનેશન છે, જે તેને વિશ્વ વિજયી બનાવી શકે. સાથે અમારો ઇતિહાસ વિશ્વ વિજેતાનો છે, જે ટીમને સતત પ્રેરણા આપે છે. આઇપીએલનો અનુભવ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને મદદરૂપ સાબિત થશે. - ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ
શ્રીલંકા અને શ્રીલંકન ટીમ લાંબા સમયથી અનેક પ્રશ્નોથી ઘેરાયેલી છે. શ્રીલંકન ખેલાડીઓની ઇજા ટીમને અસર કરે છે. પણ ભારતમાં આવી વલ્ડૅકપ - 2023નો માહોલ જોઇને અમે ઉત્સાહિત થયા છીએ. - શ્રીલંકા કેપ્ટન દાસુન શનાકા
ઇંગ્લેન્ડ કપ્તાન જોશ બટલરે 2019ના વિજયને 2023 માટે ઉત્સાહ પ્રેરક ગણાવ્યો છે. 2019 બાદ ટીમમાં બદલાવ આવ્યો છે. અમે બે વાઇટ બોલ ટુર્નામેન્ટના વિજેતા છે એ જ અમારો ઉત્સાહ વધારે છે. - ઇંગ્લેન્ડ કપ્તાન જોશ બટલર
અમે વિજેતા થવાના અભિગમથી રમીશુ એવો સંકલ્પ 2019 વલ્ડૅકપના રનરઅપ ટીમ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને વ્યક્ત કર્યો હતો. વલ્ડૅકપ - 2023ની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ ગત વિશ્વકપ વિજેતા ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી રમીને કરશે. - ન્યૂઝીલેન્ડ કપ્તાન કેન વિલિમસન
દક્ષણિ આફ્રિકા પણ તેના બોલિંગ-બેટીંગ કોમ્બિનેશનથી ટુર્નામેન્ટમાં વિજેતા થઇ શકે છે. સાઉથ આફ્રિકા પાસે ટેલેન્ટ છે અને બોલિંગની વિવિધતા મેચ બદલી શકે છે. - દક્ષણિ આફ્રિકાના કપ્તાન ટેમ્બા બાવુમા
બાંગ્લાદેશે વિશ્વકપમાં ભૂતકાળમાં અનેક મોટી ટીમને હરાવી ને આંચકા આપ્યા છે, મારાં માટે આ છેલ્લો વિ્શ્વ કપ છે એનું દબાણ નથી. પણ ભારતમાં રમાનાર વિશ્વ કપમાં અમને વાતાવરણનો ફાયદો થશે. - બાંગ્લાદેશના કપ્તાન શાકિબ અલ હસન
અફઘાનિસ્તાન ટીમની તાકાત તેની બોલિંગ છે, પણ અમે બેટિંગ થકી પણ વિરોધી ટીમને ચોંકાવી શકીએ છીએ. અફઘાનિસ્તાન ટીમ ટુર્નામેન્ટ માં વહેલી આવી છે, જેનાથી અમે વાતાવરણથી ટેવાયા છીએ. - અફઘાનિસ્તાન કપ્તાન અસમુતલ્લા શાહીદી
નેધરલેન્ડ ટીમ પાસે પેશન છે, ડ્રીમ છે અને સાહસ છે. અમે વિશ્વકપમાં અમારાંથી બેસ્ટ કરીશું જે અમને ક્રિકેટમાં વધુ આગળ લઇ જશે. - નેધરલેન્ડ કપ્તાન સ્કોટ એડવર્ડ