વિરેન્દ્ર સહેવાગનો આજે 41મો જન્મ દિવસ છે. તેમને વર્ષ 1999માં પાકિસ્તાન સામે પહેલી મેચ રમી હતી, જેમાં તેમણે ફક્ત એક રન બનાવ્યો હતો અને 3 ઑવરમાં 35 રન આપી દિધા હતાં. આ ખરાબ પ્રદર્શનના લીધે 1 વર્ષ સુધી જગ્યા મળી ન હતી. પરંતું, તેમને ટેસ્ટમાં શાનદાર ડેબ્યું કર્યું હતું.
વર્ષ 2001માં સહેવાગે ટેસ્ટમાં ડેબ્યું મેચમાં 6 ક્રમે બેટીંગમાં ઉતરી 105 રન બનાવી સચીન સાથે 220 રનની મહત્વપુર્ણ ભાગીદારી પણ કરી હતી. છઠ્ઠી ટેસ્ટ મેચમાં સહેવાગ એક ઓપનર તરીકે મેદાનમાં આવ્યા હતાં, ત્યારબાદ તેમણે વિસ્ફોટક બેટિંગના આધારે ટીમ ઈન્ડિયામાં ઓપનર તરીકે પોતાનું સ્થાન મજબુત કરી લીધું.
વિરૂપાજીના રેકોર્ડનું લીસ્ટ લાંબુ છે. તેઓ ટેસ્ટમાં બે વાર ત્રેવડી સદી ફટકારી ચુક્યા છે. તેઓ આ રેકોર્ડ ધરાવનાર વિશ્વના ત્રીજા અને ભારતનો એક માત્ર ખેલાડી છે. તેઓ ભારત માટે 14 વર્ષ ક્રિકેટ રમ્યા, તે દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળહળતી પ્રસિદ્ધિ મેળવી. કુલ 104 ટેસ્ટમાં 49.34ની સરેરાશથી તેમણે 8586 રન બનાવ્યા છે. જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 319 રન છે. 251 વન ડે મેચમાં 35.06ની સરેરાશથી તેમણે 8273 રન બનાવ્યા છે. જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 219 રન છે.