ETV Bharat / sports

વિરાટ કોહલી vs રોહિત શર્મા: અનુરાગ ઠાકુરે કહ્યું, રમતથી કોઈ મોટું નથી - વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે અણબનાવ

ટીમ ઈન્ડિયાના (Team Indiana) સાઉથ આફ્રિકા (South Africa) પ્રવાસ પહેલા કેપ્ટનશિપને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે અણબનાવના અહેવાલો વચ્ચે આ સમગ્ર વિવાદ પર ખેલપ્રધાન અનુરાગ ઠાકુરનું (Sports Minister Anurag Thakur) નિવેદન સામે આવ્યું છે.

વિરાટ કોહલી vs રોહિત શર્મા: અનુરાગ ઠાકુરે કહ્યું, રમતથી કોઈ મોટું નથી

author img

By

Published : Dec 15, 2021, 1:11 PM IST

  • ટીમ ઈન્ડિયાના સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા વિવાદ
  • રોહિતને વિરાટ કોહલીના સ્થાને ભારતની વન-ડે ટીમનો કેપ્ટન નિયુક્ત કરાયો
  • રોહિત ટેસ્ટ શ્રેણી માટે ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન તરીકે અજિંક્ય રહાણેનું લેશે સ્થાન

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના (Team Indiana) સાઉથ આફ્રિકા (South Africa) પ્રવાસ પહેલા સુકાનીપદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બની રહ્યો છે. આ સમગ્ર વિવાદ પર ખેલપ્રધાન અનુરાગ ઠાકુરનું (Sports Minister Anurag Thakur) નિવેદન સામે આવ્યું છે

ખેલપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું

ખેલપ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) કહ્યું કે, રમતથી કોઈ મોટું નથી, રમત શ્રેષ્ઠ છે. તેણે વધુમાં કહ્યું કે, હું કોઈ ખેલાડીની વચ્ચે શું ચાલી રહ્યું છે તેની માહિતી આપી શકતો નથી. આ તેમની સાથે સંબંધિત સંગઠન અથવા સંસ્થાની જવાબદારી છે. તેઓ આ અંગે માહિતી આપે તે યોગ્ય રહેશે.

રોહિત શર્માને વન-ડે ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવ્યો

રોહિત શર્માને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતની વન-ડે ક્રિકેટ ટીમનો (India's ODI cricket team) કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને તે 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન તરીકે અજિંક્ય રહાણેનું સ્થાન પણ લેશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પછી રહાણે પૂરા જોશમાં હતો અને ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની મુંબઈ ટેસ્ટમાં ફિટનેસના કારણોસર તેને પડતો મૂકાયો ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.

ખેલાડીઓ એકબીજા વિશે શું વિચારે છે તે મહત્વનું રહેશે

રોહિતને તાજેતરમાં વિરાટ કોહલીના સ્થાને ભારતની વન-ડે ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. રોહિત ઇચ્છે છે કે, ટીમ બહારની બાબતો પર ધ્યાન ન આપે કારણ કે, લાંબા ગાળે ખેલાડીઓ એકબીજા વિશે શું વિચારે છે તે મહત્વનું રહેશે

રોહિતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું

રોહિતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "અમે ખેલાડીઓ વચ્ચે એક મજબૂત સંબંધ બનાવવા માંગીએ છીએ જે અમને અમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો: New Captain Of Indian Cricket Team: કેપ્ટનશિપ મળતા જ વિરાટના રોહિતે કર્યા ભરપેટ વખાણ, ટીમમાં કોહલીની ભૂમિકા વિશે પણ બોલ્યો

આ પણ વાંચો: India vs South Africa: દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા રોહિત શર્મા ઘાયલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.