- વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના સ્કોરકાર્ડમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ન્યૂઝિલેન્ડ
- ન્યૂઝિલેન્ડે હવે પાકિસ્તાનની સાથે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવી પડશે
- કોરોનાના કારણે કેટલીક સિરીઝ અને મેચ પર લાગ્યું હતું પૂર્ણ વિરામ
દુબઈઃ વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝમાં ક્લિન સ્વિપ કર્યા બાદ ન્યૂઝિલેન્ડ 62.5 ટકા સ્કોર સાથે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના સ્કોરબોર્ડમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ડબ્લ્યૂટીસી હેઠળ, ન્યૂઝિલેન્ડ હવે ચાર સિરીઝમાં પાંચ મેચ જીતી ચૂક્યું છે અને હવે તેનો સ્કોર 300 થઈ ગયો છે. કોરોના વાઈરસ મહામારીના કારણે કેટલીક સિરીઝ અને મેચ રમાઈ ન શકી. આ જોતા આઈસીસીએ હાલમાં ઓવરઓલ પોઈન્ટની જગ્યાએ નવી સ્કોર પ્રણાલી લાગુ કરી હતી. ઓસ્ટ્રેલિયા 82.2 સ્કોર સાથે ટોપ પર છે જ્યારે ભારત 75 ટકા સ્કોર સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડ 60 ટકા સ્કોર સાથે ટોપ- 4માં છે.
ન્યૂઝિલેન્ડે હવે પાકિસ્તાન સાથે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવી પડશે
આગામી જૂન મહિનામાં રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં સ્કોરકાર્ડમાં ટોપ ટીમ જ રમશે. ન્યૂઝિલેન્ડે સોમવારે જ વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગ્સમાં 12 રનથી હરાવ્યું હતું. આ પહેલા ટેસ્ટની ઈનિંગ્સ પણ 134 રનથી જીતી હતી. ન્યૂઝિલેન્ડે હવે પાકિસ્તાનની સાથે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવી પડશે. આ સાથે મુસ્કાક અલી ટ્રોફી મેચની વાત કરવામાં આવે તો આ વખતે ઉત્તરપ્રદેશ માટે સુરેશ રૈના રમવાના છે.