નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય બેસ્ટ્મેન વીવીએસ લક્ષ્મણે દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાનની પ્રંશસા કરતા કહ્યું કે શ્રિરામપુરથી નિકળીને સફરતાના શીખરે પહોંચનારા ઝહીર ખાનની સફળતાએ તેના ચરિત્રની તાકાત બતાવી છે.
લક્ષ્મણે ટ્વિટરમાં કહ્યું કે તેમનામાં મોટા સપના જોવાની હિમ્મત હતી અને તે સપનાનો પીછો કરવાનો સંકલ્પબદ્ધ હતો. શ્રિરામપુરથી નિકળીને સફરતાના શીખરે પહોંચનારા ઝહીર ખાનની સફળતાએ તેના ચરિત્રની તાકાત બતાવી છે.
લક્ષ્મણે વધુમાં કહ્યું કે ઝહિરે કાઉન્ટી ક્રિકેટમાં વોરસેસ્ટરશોયર તરફથી રમતી વખતે જે સફળતા મેળવી તે તેની કારકિર્દીને નવી વ્યાખ્યા આપી અને તેને આરામદાયક ક્ષેત્રમાં લાવ્યો.
ઝહીરે ઓક્ટોબર 2000માં કેન્યા સામેની વન-ડે સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે 2003ના વિશ્વ કપમાં આશીષ નેહરા અને જવાગલ શ્રીનાથની સાથે ભારતીય ફાસ્ટ બોલીંગ આક્રમણનો હિસ્સો હતો. જો કે તે બાદ ઝહીરનું ફોર્મ બગડ્યું હતું તેમજ ઇઝાઓને કારણે તે ટીમમાંથી બહાર પણ થઇ ગયો હતો. તેમણે 2004માં પુનરાગમન કર્યું પરંતુ તેની બોલીંગની સ્પિડમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે આરપી સિંહ, ઇરફાન પઠાણ, મુનાફ પટેલ અને શ્રીસંત ટીમમાં જોડાયા હતા અને ઝહીર ફરીથી ભારતીય ટીમમાંથી બહાર થઇ ગયો હતો.
જોકે ઝહીરે ત્યારબાદ કાઉન્ટી ક્રિકેટમાં વોરસેસ્ટરશોયર તરફથી રમવાનું શરૂ કર્યું હતું. તેણે કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યુ કરતા સમયે 10 વિકેટ લીધી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર ઝહીર સો વર્ષોમાં પ્રથમ બોલર બન્યો છે. તેના સફળ કાઉન્ટીના કાર્યકાળ બાદ તેને 2006માં ફરીથી ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો.
2011ના વિશ્વકપમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ઝહીરના અનુભવનો ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો અને ઝહીર તે વિશ્વ કપમાં સર્વાધીક વિકેટ લેનારા બોલરોની સૂચીમાં પાકિસ્તાનના શાહિદ આફ્રિદીની સાથે સંયુક્ત રીતે નંબર વન પર હતો.
ઝહીરે ભારત માટે 200 વન-ડે મેચ રમી છે, જેમાં તેણે 282 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 92 ટેસ્ટ અને 17 ટી-20 મેચમાં અનુક્રમે 311 અને 17 વિકેટ લીધી હતી. ઝહીરે 2016માં આતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી હતી.