સિડની: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા T-20 વિશ્વકપની પ્રથમ સેમિફાઈનલ વરસાદના કારણે રદ થઇ ગઇ છે. આ મેચમાં વરસાદના કારણે ટોસ પણ નહતો થઇ શક્યો. ભારત ગ્રુપ Aમાં ચારેય મેચ જીત્યું હતું. જેથી ગ્રુપ સ્ટેજમાં 8 પોઈન્ટ્સ હતાં. જ્યારે ઇંગ્લેન્ડ 4માંથી 3 મેચ જીત્યું હતું અને એટલે એના 6 પોઈન્ટ્સ હતા. જેથી ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઇન્ડિયા 8 માર્ચના રોજ ફાઇનલ રમવા મેદાને ઉતરશે ત્યારે કેપ્ટન હરમનપ્રીત કોરનો જન્મદિવસ છે, તેમજ વુમન્સ ડે પણ છે.
આ મેચ અંગે ઇંગ્લેન્ડની કેપ્ટન હિથર નાઇટે કહ્યું કે, ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે, અમે નહોતા ઇચ્છા કે, વિશ્વકપમાં અમારુ અભિયાન આવી રીતે સમાપ્ત થાય, પરંતુ આ વિશે હવે કંઇ ના કરી શક્યાં. જો રિઝર્વ ડે રાખવામાં આવ્યો હોત સારુ હોત. ઇંગ્લેન્ડની કેપ્ટને કહ્યું કે, ગ્રુપ સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા સામેની હાર ભારે પડી છે. હિથર નાઇટે કહ્યું કે, અમને આશા હતી કે, ટૂર્નામેન્ટમાં સેમિફાઇલમાં સારુ પ્રદર્શન કરીશું. સારાહ ગ્લેન અને સોફીએ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
બીજી તરફ ભારતીય કેપ્ટન હરમનપ્રીમ કૌરે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ખરાબ મોસમના કારણે સેમિફાઈનલ ન રમાઇ શકી, પરંતુ તમે નિયમોની કારણે કઇપણ ન કરી શકો. ભવિષ્યમાં સારુ રહેશે કે, રિઝર્વ ડે રાખવામાં આવે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, વિશ્વકપમાં સારા પ્રદર્શનનો શ્રેય આખી ટીમને જાય છે. આશા છે કે, ભારતીય ટીમ ફાઈનલમાં સારુ પ્રદર્શન કરી ટ્રોફી જીતશે. વિશ્વકપમાં શેફાલીએ સ્મિૃતિ મંધાનાએ સારી શરૂઆત અપાવી છે. ફાઇનલ વિશે હરમનપ્રીમ કૌરે કહ્યું કે, સારી શરૂઆત મળવી મહત્વપૂર્ણ છે. T-20 નાનું ફોર્મેટ છે. દબાણમાંથી બહાર આવવું મુશ્કેલ હોય છે.
ભારતે મહિલા T-20 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરતા ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી હતી. 8 પોઈન્ટની સાથે ભારતે ગ્રુપ-Aમાં ટોચના સ્થાને રહી હતી. ટૂર્નામેન્ટમાં ભારત તરફથી ઓપનર શેફાલી વર્માએ 4 મેચમાં 161 રન બનાવ્યાં છે. જેના કારણે ICC T 20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બની છે.