ETV Bharat / sports

ICCની એવી તે કંઈ માગ છે જેનો BCCIએ વિરોધ કર્યો? - ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ

ICC એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે, તે વૈશ્વિક સંસ્થાના એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ અને કોઈ પણ સંભવિત હોસ્ટિંગ દેશ પાસેથી ધનરાશિની માગ કરવાના વિચારના સંપૂર્ણ વિરોધમાં છે.

ICCની એવી તે કઈ માગ છે જેનો BCCIએ વિરોધ કર્યો?

author img

By

Published : Feb 27, 2021, 3:27 PM IST

  • કોઈ પણ સંભવિત હોસ્ટિંગ દેશ પાસેથી ધનરાશિના માગ સામે BCCIનો વિરોધ
  • ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠકનું આયોજન કરાયું હતું
  • હોસ્ટિંગ દેશ પાસેથી ધનરાશિની માગ કરવાના વિચારનો સંપૂર્ણ વિરોધ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ આઈસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા 2023થી 2031 આઠ વર્ષના ચક્ર દરમિયાન વૈશ્વિક ટૂર્નામેન્ટ યોજવા આમંત્રણ આપવા (રસ બતાવવા) બોલીનો વિરોધ દર્શાવ્યો છે. આઈસીસીની ગુરુવારે બોર્ડ બેઠક યોજાઈ હતી. તે દરમિયાન બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, વૈશ્વિક સંસ્થાના એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ અને કોઈ પણ સંભવિત હોસ્ટિંગ દેશ પાસેથી ધનરાશિની માગ કરવાના વિચારના સંપૂર્ણ વિરોધમાં છે.

આ વિચારને આઈસીસીના મુખ્ય કાર્યકારીનું પણ સમર્થન

આ જાણકારી આપતા બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમને પૂર્ણ વિશ્વાસ છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસેથી પણ સારો સહયોગ મળશે. આ વિચારને આઈસીસી મુખ્ય કાર્યકારી મનુ સાહનીનું પણ સમર્થન મળ્યું છે, જેમની પાસે પાકિસ્તાન અને શ્રીલંકાના બોર્ડનો પણ સહયોગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.