મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મેગ લેનિંગને આશા છે કે, વિમેન્સ વનડે વર્લ્ડકપ આવતા વર્ષે યોજના સમય મુજબ જ યોજાશે અને કોરોનાને કારણે તૈયારીઓ પર કોઈ અસર નહીં પડે.
મહત્વનું છે કે, આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ન્યુઝીલેન્ડમાં પચાસ ઓવરનો વર્લ્ડ કપ યોજાવાનો છે, પરંતુ જો કોવિડ-19 રોગચાળાની અસર ટી-20 મેન્સ વર્લ્ડકપ જેવી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં થઈ શકે, તો એવી અટકળો છે કે મહિલાઓની સ્પર્ધા પર પણ અસર થઈ શકે છે.
લેનિંગે કહ્યું કે, મને નથી લાગતું કે કોરોનાની મહિલા ક્રિકેટ પર કોઈ મોટી અસર પડશે. સદભાગ્યે અમારા માટે આ છેલ્લી મોટી ટુર્નામેન્ટ હતી જે આપણે રમ્યા હતા. દરેકની યાદોમાં આ છેલ્લી ક્ષણ છે, પહેલા મેચમાં જે સાધનોનો ઉપયોગ કરતા હતાં. હવે ઓછા હશે, આ માટે આપણે એક-બીજાને મદદ કરી સાથે મળીને કામ કરવું પડશે.
મહત્વનું છે કે, T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રને હરાવ્યું હતું. આમ, ઓસ્ટ્રેલિયાએ ટાઇટલ જીતી લીધું હતું.