ETV Bharat / sports

હીટમેન શર્માએ ટીકાકારોને આપ્યો જવાબ, કહ્યું- 'અમે અમારા મુજબ પિચ બનાવીએ છીએ' - ક્રિકેટ

ચેન્નઈના ચેપૌકમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પિચ અંગે અનેક પૂર્વ ઈંગ્લીશ ક્રિકેટરો દ્વારા ટીકા બાદ મોટેરાની પિચ અંગે પણ સવાલો ઉભા થયા. રોહિત શર્માએ રવિવારે પિચના સવાલો પર પ્રતિક્રિયા આપી હતી અને તમામ ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો.

રોહિત શર્મા
રોહિત શર્મા
author img

By

Published : Feb 22, 2021, 12:34 PM IST

  • ત્રીજી ટેસ્ટ મેચ પહેલા મોટેરાની પિચ અંગે પણ સવાલો ઉભા થયા
  • રોહિત શર્માએ રવિવારે પિચના સવાલો પર પ્રતિક્રિયા આપી
  • રોહિત શર્માએ કહ્યું, 'પિચ બંને ટીમો માટે સમાન છે.'

અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં પિચ વિવાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો. ચેન્નઈના ચેપૌકમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પિચ અંગે અનેક પૂર્વ ઈંગ્લીશ ક્રિકેટરો દ્વારા ટીકા બાદ મોટેરાની પિચ અંગે પણ સવાલો ઉભા થયા છે. જોકે, ત્રીજી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી યોજાવાની છે, જે ડે-નાઈટ હશે.

રોહિતે પિચના સવાલો પર પ્રતિક્રિયા આપી

ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ રવિવારે પિચના સવાલો પર પ્રતિક્રિયા આપી હતી અને તમામ ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોટેરામાં પિચ સ્પિનરોને મદદ કરી શકે છે. તેમણે ક્રિકેટ નિષ્ણાતોને પીચ વિશે બયાનબાજી છોડીને રમત પર ધ્યાન આપવા પણ જણાવ્યું હતું. રોહિતે કહ્યું કે પિચ બંને ટીમો માટે સમાન છે. મને ખબર નથી કે લોકો તેને શા માટે મુદ્દો બનાવે છે. ભારતમાં ઘણા વર્ષોથી આવી જ પિચો જોવા મળી રહી છે.

સંધ્યા સમયે બેટિંગ અંગે સાવધ રહેવું જોઈએ: રોહિત શર્મા

તેમણે કહ્યું, 'જ્યારે આપણે વિદેશ જઇએ છીએ, ત્યારે કોઈ ઝડપી બોલરો મદદગાર વિકેટ હાસિલ કરે છે. ત્યારે કેમ કોઈ બોલતું નથી. આ હોમ અને અવે (વિદેશી જમીન)નો આ જ ફાયદો છે. અમે અમારા અનુસાર પિચો બનાવીએ છીએ. જો કોઈને તકલીફ હોય તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને તેના વિશે નિયમો બનાવવા માટે કહી શકે છે, જેથી બધી જગ્યાએ સમાન પિચ મળી શકે. જણાવી દઈએ કે, ગુલાબી બોલથી બીજી વખત રમવા માટે તૈયાર છો પણ સંધ્યા સમયે, બેટિંગ અંગે સાવધ રહેવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે આ સમયે પ્રકાશમાં પરિવર્તન આવે છે અને ત્યારબાદ ખૂબ કાળજીપૂર્વક રમવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.