મુંબઈઃ ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ વિઝડનની 2019માં 5 શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ક્રિકેટરોની યાદીમાં હીટમેન રોહિતનું નામ નહીં આવવાથી ચોંકી ગયા છે.
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીની વિઝડન એકમનૈક દ્વારા 2019ના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે.
28 વર્ષના સ્ટોક્સે ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફાઈનલમાં પોતાના દમ પર ટીમને જીત અપાવી હતી.
આ સાથે જ વેસ્ટઈન્ડીઝના આંદ્રે રસેલની T-20ના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે.
લક્ષ્મણે કહ્યું કે, રોહિતે 2019ના વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી અને તે આ યાદીમાં સ્થાન મેળવવા પાત્ર હતા. તેમણે કહ્યું કે, મને લાગી રહ્યું છે, કે ક્રિકેટ જોનારા તમામ લોકો રોહિતનું નામ આ યાદીમાં નહીં આવવાથી ચોંકી ઉઠ્યા હશે.
ભારત માટે 134 ટેસ્ટ રમનારા આ ખેલાડીએ કહ્યું કે, હા એશિઝ એક મહત્વપૂર્ણ સિરીઝ છે, પરંતુ વર્લ્ડ કપ એશિઝ કરતાં મોટો છે. વર્લ્ડ કપમાં 5 સદી ફટકારવી મોટી વાત કહેવાય. જો તમમે યાદ હોય તો, તેમની પહેલી સદી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધના મેચમાં હતી. ત્યારે બીજા બેટ્સમેનોને રન બનાવવામાં પણ મુશ્કેલી થઇ હતી.
તેમણે આગળ કહ્યું કે, રોહિત પાકિસ્તાન વિરુદ્ધ પણ મહત્વની રમત રમ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિઝડનની આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પૈટ કમિન્સ અને બેટ્સમેન માર્નસ લાબુશેન તથા ઈગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર અને દક્ષિણ આફ્રીકાના સિમોન હાર્મરને જગ્યા મળી છે.