ETV Bharat / sports

પાકિસ્તાન સામેની 183 રનની ઇનિંગ્સ મારા માટે ગેમ ચેન્જરઃ વિરાટ કોહલી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, 2012 એશિયા કપમાં પાકિસ્તાન સામે રમેલી 183 રનની ઇનિંગ્સ મારી કારકિર્દીમાં ગેમ ચેન્જર સાબિત થઇ હતી. પાકિસ્તાને એ મેચમાં છ વિકેટના નુકસાન પર 329 રન બનાવ્યા હતાં. ભારતે આ લક્ષ્યાંક 47.5 ઓવરમાં હાંસલ કર્યો હતો.

virat-kohli-reveals-the-knock-against-pakistan-that-was-game-changer
વિરાટ કોહલી
author img

By

Published : May 31, 2020, 11:15 PM IST

નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, 2012 એશિયા કપમાં પાકિસ્તાન સામે રમેલી 183 રનની ઇનિંગ્સ મારી કારકિર્દીમાં ગેમ ચેન્જર સાબિત થઇ હતી. પાકિસ્તાને આ મેચમાં છ વિકેટના નુકસાન પર 329 રન બનાવ્યાં હતાં. જ્યારે ભારતે આ લક્ષ્યાંક 47.5 ઓવરમાં હાંસલ કર્યો હતો.

આ મેચમાં કોહલીએ 183 રનની ઇનિંગ્સ રમીને ટીમને જીત અપાવી હતી. કોહલીએ સ્વીકાર્યું કે, આ ઇનિંગ્સ મારા માટે ગેમ ચેન્જર સાબિત થઇ હતી. રવિચંદ્રન અશ્વિન સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન કોહલીએ કહ્યું કે, ભારતની બોલિંગ આક્રમક અને ખૂબ જ મજબૂત હતી. તે સમયે બોલિંગ ઘણી પડકારજનક હતી, કારણ કે એ વખતે બોલિંગમાં વિવિધતા ન હતી."

virat-kohli-reveals-the-knock-against-pakistan-that-was-game-changer
વિરાટ કોહલી

ભારતીય કેપ્ટને કહ્યું કે, મારી સામે શાહિદ આફ્રિદી, સઇદ અજમલ, ઉમર ગુલ, એજાઝ ચીમા અને મોહમ્મદ હાફીઝ જેવા બોલર હતાં. પ્રથમ 20-25 ઓવર તરફેણમાં હતી, પણ મને યાદ છે કે હું પાજી (સચિન તેંડુલકર)ની સાથે બેટિંગ કરવાથી ખુશ હતો. વનડેમાં એ છેલ્લી ઇનિંગ્સ સાબિત થઇ, તેમણે 50 રન બનાવ્યા અને અમે 100થી વધુ રનની ભાગીદારી કરી. આ મારા માટે યાદગાર ક્ષણ હતી."

કોહલીએ કહ્યું કે, આ ઇનિંગ્સે વિશ્વાસ અપાવ્યો કે, કોઈપણ સ્તરના બોલરની બોલિંગનો સામનો કરી શકું છું. મને યાદ છે કે, આ મેચમાં રોહિત શર્માએ શાનદાર ઇનિંગ્સ રમી હતી અને અંતે મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાએ ત્રણ ઓવર પહેલા મેચ પૂરી કરી હતી." કોહલીએ સચિન સાથે બીજી વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી હતી અને રોહિત સાથે 172 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિતે આ મેચમાં 83 બોલમાં 68 રન બનાવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.