બ્રાયન લારાએ કહ્યું કે, મને લાગે છે કે, વિરાટ આજે જે સિદ્ધિઓ મેળવી છે તેની પાછળ વિરાટની ઘણી મહેનત છે. વિરાટ, લોકેશ રાહુલ અને રોહિત શર્માથી વધારે પ્રતિભાશાળી છે, પરંતુ તેમની તૈયારી કરવાની રીત બંન્ને કરતા અલગ છે.
બ્રાયન લારાએ વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે, ક્રિકેટની દુનિયાના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.
લારાએ વધુમાં કહ્યું કે, વિરાટ કોહલીની પાસે જે ટેકનિક છે, જેની મદદથી પોતાની બેટિંગમાં ચાર ચાંદ લગાવી શકે છે.
લારાએ વિરાટ વિશે વધુ કહ્યું કે, શારીરિક સ્થિતિ અને તેમનું માનસિક સ્વાસ્થય ઘણુ શાનદાર છે. 50 વર્ષીય લારાએ ટેસ્ટમાં 12,000 બનાવ્યા છે. લારાને લાગે છે કે, વિરાટ લાબા સમય સુધી બેટિંગ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, વિરાટ એવો ખેલાડી છે. જે લાંબા સમય સુધી મોટી ઈનિંગ રમી શકે છે.