- દર્શકોએ અમારું ઘણું સમર્થન કર્યું છેઃ વિરાટ કોહલી
- દર્શકોની હાજરીથી વિરોધી ટીમ દબાણ અનુભવશેઃ વિરાટ કોહલી
- કોઈ પણ ખેલાડીને રમવામાં તકલીફ નહીં પડેઃ વિરાટ કોહલી
મેલબર્નઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, મોટેરા સ્ટેડિયમમાં દર્શકોની હાજરી એ મોટુ અંતર બનાવશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં 1.10 લાખ દર્શકોને બેસવાની ક્ષમતા છે અને લગભગ 50 હજાર દર્શકોને સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાની પરવાનગી મળી છે. દર્શકોએ અમારું ઘણું સમર્થન કર્યું છે અને અમે બીજી ટેસ્ટમાં એવું જોયું. આનાથી વિરોધી ટીમ દબાણ અનુભવશે. કોહલીએ કહ્યું, મને નથી લાગતું કે સ્ટેડિયમની સીટ પરથી બેટિંગ અને બોલિંગ કરતા ખેલાડીઓને બોલ જોવામાં સમસ્યા થશે.
ઈશાંત ટેસ્ટ ક્રિકેટ પ્રતિ સંપૂર્ણ સમર્પિતઃ વિરાટ કોહલી
આ સાથે જ વિરાટ કોહલીએ ઈશાંત શર્માની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ઈશાંત ઈચ્છત તો મર્યાદિત ઓવરોની ક્રિકેટને પસંદ કરી શકતો હતો, પરંતુ તેણે ટેસ્ટ ક્રિકેટ પસંદ કરી. 32 વર્ષીય ઈશાંત ઈંગ્લેન્ડ સામે બુધવારે શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં મેદાને ઉતરશે. ઈશાંત કપિલ દેવ પછી 100 ટેસ્ટ મેચ રમનારા ભારતના બીજા ઝડપી બોલર બનશે. કોહલીએ વધુમાં ઉમેર્યું કે, ઘણા લોકોની પ્રેરણા ખતમ થઈ જાય છે. તેની પાસે કૌશલ છે અને તે ઈચ્છત તો ચાર ઓવર, દસ ઓવરના ક્રિકેટ અને નિયમિત રૂપથી આઈપીએલ રમી શકતો હતો, પરંતુ ટેસ્ટ ક્રિકેટ પ્રતિ તે સંપૂર્ણરીતે સમર્પિત થઈ ગયો છે.