કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં T-20 ઈન્ટરનેશનલ કેરિયરની 22મી અર્ધસદી ફટકારી છે. આ અર્ધસદીની સાથે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટસમેનનો રેકોર્ડ તોડ્યો છે. તો 22 વિરાટ કોહલી , 21 -રોહિત શર્મા, 16 માર્ટિન ગષ્ટિલ, 15 બ્રૈડન મૈકુલમ અને ક્રિસ ગેલ, 14 તિલકરત્ને દિલશાન માર્ટિન ગોષ્ટિલ 16 અર્ધસદી સાથે લીસ્ટમાં ત્રીજા સ્થાન પર છે.
રોહિત શર્મા આ મુકાબલા પહેલા વિરાટ કોહલીની બરાબરીમાં અર્ધસદી ફટકારી ચૂક્યો હતો. રોહિત શર્મા વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ બીજી મેચમાં રમ્યો ન હતો. આ પહેલાની મેચમાં 2 છગ્ગાની મદદથી 12 બોલમાં 12 રન બનાવી આઉટ થયો હતો. ત્યારે વિરાટ કોહલીએ બંને મેચમાં અર્ધસદી ફટકારી રોહિત શર્માને પાછળ મૂક્યો છે. હવે જોવાનું એ રહે કે આગામી મેચમાં રોહિત વિરાટની બરાબરી કરશે કેમ ?
વિરાટ કોહલીએ ટી20 મેચ સિરીઝની બીજી મેચમાં 52 બોલમાં 72 રન કર્યા જેમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાનો પણ સમાવેશ કરાયો છે. આ પહેલા વિરાટ કોહલીએ ફીલ્ડિંગ કરતા સાઉથ આફ્રીકાની ટીમનો કેપ્ટન ક્વિટન ડોકૉકનો શાનદાર કેચ પકડ્યો હતો. અને ટીમને 150 રન પહેલા રોકી સફળતા મેળવી હતી. આ કારણે ભારતે આ મેચ 7 વિકેટથી જીત મેળવી છે.આ સાથે જ વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાના અન્ય એક દિગ્ગજ બેટ્સમેનને પાછળ મૂકી ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.