હૈદરાબાદ: ભારતીય અંડર-19 ટીમના ક્રિકેટર તિલક વર્મા, જેમણે અંડર-19 વર્લ્ડ કપ 2020 રમ્યો હતો. તેમના પરિવાર અને કોચે ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેમણે તિલક વિશે ખુલ્લા મને વાત કરી હતી.
![trilak varma and his family and coach salam bayash took rest only two hours durin under 19 world cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6066452_t.jpg)
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમના ટોચના બેટ્સમેન 17 વર્ષીય તિલક વર્મા તેમના વતન હૈદરાબાદ પરત ફર્યા છે. તેના કોચ સલામ બાયશે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, તિલક તેમની એકેડેમીમાં પ્રથમ વખત આવ્યો હતો, ત્યારે તે માત્ર નવ વર્ષનો હતો. તિલક સવારે છ વાગ્યાથી સાંજ સુધીના છ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરે છે. પ્રક્ટિસ દરમિયાન તે માત્ર બે કલાક આરામ કરતો હતો.
તિલકને પૂછવામાં આવ્યું કે, શું પરિવાર અને કોચની અપેક્ષાઓ તમારી સાથે જોડાયેલી છે, તેના કારણે કોઈ દબાણ હતું કે નહીં. આ અંગે તિલકે જણાવ્યું કે, આમાં કોઈ દબાણ ન હતું, કારણ કે, હું ઘણાં વર્ષોથી રમું છું. મૂળ મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે તો કોઈ સમસ્યા આવતી નથી. કોઈ મુશ્કેલી આવે તો સર સાથે વાત કરી લઉં છું. અંડર -19 વર્લ્ડ કપ રમવાનું મારૂ સપનું હતુ. જ્યારે હું વર્લ્ડ કપ રમતો હતો ત્યારે મને ગર્વ હતો. હા ત્યારે થોડો નર્વસ હતો, પણ મેં વિચાર્યું કે, મારે વિકેટ પર થોડો સમય વધારે પસાર કરવો પડશે. મેં તે જ કર્યું, અને તેનાથી મારી ભાગીદારી પણ સારી એવી રહી.