ETV Bharat / sports

મૂળ ગુજરાતના ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો આજે 33મો જન્મદિવસ

મૂળ રાજકોટના ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો આજે જન્મદિવસ છે. ચેતેશ્વરે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવનારા ચેતેશ્વર પૂજારાએ ભારતીય ટીમ માટે કુલ 81 ટેસ્ટ મેચ રમી છે. આ તમામમાં 47.74ની સરેરાશ સાથે તેમણે કુલ 6111 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 18 સદી, 28 અડધી સદી અને ત્રણ બેવડી સદી ફટકારી છે.

મૂળ ગુજરાતના ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો આજે 33મો જન્મદિવસ
મૂળ ગુજરાતના ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો આજે 33મો જન્મદિવસ
author img

By

Published : Jan 25, 2021, 2:05 PM IST

  • ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો આજે 33મો જન્મદિવસ
  • પૂજારાનો જન્મ 25 જાન્યુઆરી, 1988એ રાજકોટમાં થયો હતો
  • અત્યાર સુધી પૂજારાએ 81 ટેસ્ટ, 5 વન ડે મેચ રમી છે
  • રાહુલ દ્રવિડ બાદ પૂજારાને ભારતની બીજી દીવાલ મનાય છે

હૈદરાબાદઃ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની નવી દીવાલનો દરજ્જો પ્રાપ્ત કરનારા અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો આજે 33મો જન્મદિવસ છે. ચેતેશ્વરનો જન્મ 25 જાન્યુઆરી, 1988ના રોજ ગુજરાતના રાજકોટમાં થયો હતો. અત્યારના જમાનામાં મોટા ભાગના બેટ્સમેન સ્ટ્રાઈક રેટ પાછળ ભાગી રહ્યા છે તેવામાં ચેતેશ્વર એક જ સ્થળ પર દીવાલની જેમ ઊભા રહ્યા છે. તેમની આ ખાસિયત જોઈને તેમને રાહુલ દ્રવિડ પછી ભારતની બીજી દીવાલ માનવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયાના ગાબામાં ટેસ્ટ મેચ જીતવામાં ચેતેશ્વરનો પણ સારો ફાળો હતો

આનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું ગાબા ટેસ્ટમાં. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું. આ પહેલા પણ તેમણે ઘણી વખત પોતાની જાતને સાબિત કર્યા છે. જમણા હાથના આ બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે વર્ષ 2010માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. પૂજારાએ રમેલી 204 ફર્સ્ટ ક્લાસ મેચમાં 15,814 રન બનાવ્યા છે. 53.07ની સરેરાશ સાથે બેટિંગ કરીને તેમણે 50 સદી અને 60 અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત તેમણે પાંચ વન ડે મેચ પણ રમી છે. ઝિમ્બાબ્વે સામેની મેચથી ડેબ્યુ કરનારા ચેતેશ્વરે અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર 51 જ રન બનાવ્યા છે.

મૂળ ગુજરાતના ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો આજે 33મો જન્મદિવસ
મૂળ ગુજરાતના ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો આજે 33મો જન્મદિવસ

ચેતેશ્વર પૂજારાની વિશેષ સિદ્ધિ અને રેકોર્ડઃ

  • ચેતેશ્વર પૂજારા-વિરાટ કોહલી વચ્ચે 222 રનની ભાગીદારી દક્ષિણ આફ્રિકામાં ભારતની ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે
  • સૌથી ઝડપથી 1000 ટેસ્ટ રનનો આંકડો પાર કરનારા બીજા ભારતીય ખેલાડી છે પૂજારા
  • દક્ષિણ આફ્રિકામાં કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા બીજી ઈનિંગ્સમાં સૌથી વધારે 153 રન બનાવ્યા હતા
  • એક ટેસ્ટ ઈનિંગ્સમાં એક ભારતીય દ્વારા સૌથી વધારે બોલ (525)નો સામનો કરનારા બેટ્સમેન, જેમાં પૂજારાએ 202 રન બનાવ્યા હતા
  • પૂજારા માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા સામે બીજી સદી લગાવ્યા બાદ બેટ્સમેનની રેન્કિંગમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ નંબર 2 પર પહોંચી ગયા હતા
  • તેઓ ભારતના ત્રીજા બેટ્સમેન છે અને વિશ્વના નવમા ક્રિકેટર છે, જેમણે એક ટેસ્ટના પાંચેય દિવસ બેટિંગ કરી હોય.
  • એશિયાની બહાર થયેલા ક્રિકેટ પ્રવાસ પર પહેલા જ દિવસે સદી ફટકારનારા તેઓ છઠ્ઠા ભારતીય ક્રિકેટર છે
  • તેઓ 6 હજાર ટેસ્ટ રન સુધી પહોંચનારા અગિયારમા ભારતીય ક્રિકેટર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.