નવી દિલ્હીઃ BCCI દ્વારા છેલ્લાં બે વર્ષથી મહિલા IPL પ્રદર્શન મેચનું આયોજન કરવામાં આવ્યું છે ,પરંતુ સંપૂર્ણ મહિલા IPL આયોજન માટે તેને સમય લાગશે. આ વર્ષની મહિલા ટી-20 ચેલેન્જમાં કુલ સાત મેચ રમવામાં આવશે.
મિતાલી રાજના જાણાવ્યું હતું કે, મને અંગત રીતે લાગે છે કે, BCCIએ 2021માં મહિલા IPL શરુ કરી દેવી જેઈએ. પછી તે ભલે તે નાના સ્તરે હોય અને કેટલાક બદલાયેલા નિયમો સાથે જ કેમ ન હોય, જેમ કે પાંચ કે છે. વિદેશી ખેલાડીઓને રમવાની મંજુરી હોય છે. જેમ કે પુરુષોની IPLમાં ચાર વિદેશી ખેલાડીઓને રમવાની મંજૂરી છે.
કોરોના વાઈરસનાં સંક્રમણના પગલે વર્તમાન સમયે IPL રમવાની શક્યતા ખૂબ જ ઓછી છે. મિતાલીનું માનવું છે કે, ભારત પાસે હાલ ખેલાડીઓની સંખ્યા ઓછી છે. અને એમ પણ કહ્યું કે, તે હાલની ફ્રેન્ચાઇઝી ટીમ પણ ખરીદી શકે છે.
મિતાલીનું માનવું છે કે, ભારત પાસે હાલ ખેલાડીઓની સંખ્યા ઓછી છે. પરંતુએ ઉપાય હોઈ શકે છે કે, હાલની ફ્રેન્ચાઇઝી ટીમ બનાવે છે. જો 5 કે 6 ફ્રેન્ચાઇઝી શરૂ થાય તો પણ સારું રહેશે કારણ કે, BCCI ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ચાર ટીમને તો સ્વાભાવિક રીતે રમાડશે જ.