171 રનના ટાર્ગેટનો પીછો કરતા વિન્ડીઝે 18.3 ઓવરમાં ચેઝ કર્યો હતો. તેમના માટે ઓપનર્સે રનચેઝમાં શાનદાર શરૂઆત અપાવી હતી. લેન્ડલ સિમન્સે 45 બોલમાં 4 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 67* રન કર્યા, જ્યારે એવીન લુઇસે 40 રન કર્યા હતા.
બીજી T-20 ભારતમાં વેસ્ટ ઈન્ડિઝને 171 રનનું લક્ષ્યાંક આપ્યું છે. શિવમ દુબેએ શાનદાર બેટિંગ કરતા મેડન ફિફટી મારી 54 રન બનાવ્યા હતા. ઋષભ પંતે 22 બોલમાં 33 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 170 રન બનાવ્યા હતા.રાહુલ 11 રને આઉટ થયો હતો અને રોહિત શર્મા 15 રને આઉટ થયો છે. વેસ્ટ ઈન્ડિઝ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. વિરાટ કોહલીએ 19 રન બનાવ્યાં હતા.
પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવનાર ભારતીય ટીમ આજે ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ T-20 મેચમાં સીરિઝ જીતવાના લક્ષ્ય સાથે મેદાન પર ઉતરી છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ T-20માં ભારતીય ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી.
ભારતે શુક્રવારના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાચે રમાયેલી પ્રથમ T-20 મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 94 રનની તોફાની બેટિંગથી વેસ્ટઈન્ડીઝે રાખેલા 208 રનના વિશાળ લક્ષ્યાંકને 6 વિકેટથી જીત મેળવી સીરિઝમાં 1-0થી બઢત મેળવી છે. આ ભારતની T-20માં રનનો પીછો કરતા આજસુધીની સૌથી મોટી જીત છે. ભારતની આ જીતમાં કોહલી સિવાય લોકેશ રાહુલનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે.
- ભારતીય T-20 ટીમ : વિરાટ કોહલી (કેપ્ટ્ન) , રોહિત શર્મા, લોકેશ રાહુલ,સંજુ સૈમસન, ઋષભ પંત (વિકેટકીપર ) મનીષ પાંડે , શ્રેયસ અય્યર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, વાશિંગ્ટન સુંદર,યજુવેન્દ્ર ચહલ ,કુલદીપ યાદવ, દીપક ચહર,ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી
- વેસ્ટઈન્ડીઝ : કીરોન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, શેલ્ડન કૉટરેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, બ્રેન્ડર કિંગ, એવિન લુઈસ, કીમો પોલ, નિકોલસ પૂરન, ખારી પીએર,દિનેશ રામદીન, શેરફાને રદરફોર્ડ, લેન્ડલ સિમંસ, હેડન વૉલ્શ જૂનિયર, કિસરિક વિલિયમ્સ