ETV Bharat / sports

મારા સમયમાં તેંડુલકર સર્વશ્રેષ્ઠ, વર્તમાનમાં કોહલીનો જવાબ નહીંઃ ક્લાર્ક - વિરાટ કોહલી

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્કનું માનવું છે કે, વિરાટ કોહલીની ઈચ્છા સચિન જેવી છે, જે પોતાના જમાનામાં શ્રેષ્ઠ બેટ્સમેન હતા.

ETV BHARAT
માઈકલ કલાર્ક
author img

By

Published : Apr 10, 2020, 4:06 PM IST

મેલબર્નઃ માઈકલ કલાર્કે એક રેડિયો શો દરમિયાન કહ્યું કે, તેઓ રમતા હતા ત્યારે સચિન જેવો બીજો કોઈ શ્રેષ્ઠ ખેલાડી નહોતો. તેડુંલકરને આઉટ કરવા ખૂબ અઘરૂં હતું.

ETV BHARAT
સચિન અને કલાર્ક

તેંડુલકર ટેકનિકલ રીતે શ્રેષ્ઠ હતા

માઈકલ કલાર્કે એક રેડિયો શો દરમિયાન કહ્યું કે, મેં જેટલા બેટ્સમેન જોયા, તેમાં એક માત્ર તેંડુલકર ટેકનિકલ રીતે શ્રેષ્ઠ હતા. તેમને આઉટ કરવા ખૂબ અઘરૂં હતું. સચિનની કોઈ નબળાઈ નહોતી. તમારે માત્ર સચિન ભૂલ કરે તેવી આશા રાખવાની હતી.

તેમણે ટેસ્ટમાં 51 અને વન ડેમાં 49 સદી ફટકારી અને બન્ને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 200 ટેસ્ટમાં 15,921 અને 463 વન ડેમાં 18,426 બનાવ્યા છે.

ત્યારબાદ તેમણે ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન કોહલીની પણ ખૂબ પ્રશંસા કરી અને તેમણે કોહલીને વર્તમાન સમયમાં તમામ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કહ્યા છે.

ETV BHARAT
વિરાટ કોહલી

ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ બેટ્સમેન

ક્લાર્કે કહ્યું કે, મને લાગે છે કે, તે તમામ ત્રણેય ફોર્મેટના શ્રેષ્ઠ બેટ્સમેન છે. તેમનો વન ડે અને T-20નો રેકોર્ડ બેમિસાલ છે અને તેમને ટેસ્ટમાં દબદબો બનાવવાની રીત ખબર છે.

તેમણે કહ્યું કે, કોહલી અને તેંડુલકરમાં એક સમાનતા છે. બન્નેને મોટી સદી ફટકારવાનું પસંદ રહ્યું છે. સચિન તેંડુલકર દુનિયાના એકમાત્ર ક્રિકેટર છે, જે 200 ટેસ્ટ રમ્યા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.