મહત્વનું છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T-20 મૅચ દિલ્હીમાં રમાઇ હતી. જેમાં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું અને હવે આગામી 7 નવેમ્બર માટે આ બંને ટીમો પૂરી તૈયારી સાથે મૅચ રમવાની પ્રેકટિસ કરી રહ્યા છે.
ભારત ક્રિકેટ ટીમના બૉલર યજુવેન્દ્ર ચહલ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી અને તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે બાંગ્લાદેશના આફીક હુસેને પણ દિલ્હીમાં જીત મેળવ્યા બાદ સીરિઝમાં 1-0થી આગળ છીએ તેમજ રાજકોટમાં પણ T-20 મૅચ જીતશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રેસ કોન્ફરન્સમાં ચહલે જણાવ્યું હતું કે, પોતાની ક્રિકેટ ટીમ હાલ ખૂબ જ મહેનત કરી રહી છે અને હવે ફરીથી કોઇ ભૂલ ન થાય તે માટે તનતોડ મહેનત કરી રહી છે. આ સાથે જ તેમની હાર બાદ આ મૅચ માટે કોઇ પ્રકારે પ્રેશર કે દબાણ આપવામાં આવ્યું નથી તેમ પણ સ્પષ્ટ કર્યું હતું.