96 રનનો પીછો કરતા ભારતે 17.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારત માટે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. રોહિત શર્માએ સર્વાધિક 24 રન કર્યા હતા, જયારે વિરાટ કોહલી અને મનીષ પાંડેએ 19 રન કર્યા હતા. વિકેટ પર બોલ અટકીને આવતો હોવાથી ભારતના બેટ્સમેન નિયમિત અંતરે આઉટ થતા રહ્યા હતા
વધુમાં જણાવીએ તો, ફ્લોરિડાના સેંટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉંન્ડ પર રમાનારી ભારત અને વેસ્ટઇંડીઝની વચ્ચેની ટી-20ની સીરિઝની પ્રથમ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો.
વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવી 95 રન કર્યા છે. ભારતના તમામ બોલર્સે શાનદાર બોલિંગ કરતા વિન્ડીઝ અપેક્ષા અનુસાર મોટો સ્કોર કરી શક્યું ન હતું. તેમના માટે કેરન પોલાર્ડે સર્વાધિક 49 રન ફટકાર્યા હતા. ભારત માટે ડેબ્યુ પર નવદીપ સૈનીએ શાનદાર દેખાવ કરતા 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે 2 વિકેટ, જ્યારે વોશિંગ્ટન સુંદર, ખલીલ અહેમદ, રવિન્દ્ર જાડેજા અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી.
આ સીરીઝમાં મનીષ પાંડે , શ્રેયસ અય્યર અને ખલીલ અહેમદ 50 ઓવરના વર્લ્ડકપમાં રમી શક્યા નહોતા. પણ આ સીરીઝમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સીરીઝથી રાહુલ ચહર અને નવદીપ સૈનીએ આંતરરાષ્ટ્રીય ક્રિક્ટમાં પોતાની નવી શરૂઆત કરી હતી.