આ સીરીઝ બેશક ભારતના હિસ્સામાં આવી છે, પરંતુ બીજી ટી-20 મેચમાં જીત બાદ કોહલીએ સ્પષ્ટ કહ્યું હતું કે, જીત તેમના માટે અત્યારે પણ પ્રાથમિકતા છે. વેસ્ટ ઇન્ડિઝ ટીમ સૌથી ખતરનાક ટીમ છે અને હવે તે પોતાના ઘરે રમવાની છે. અત્યારે સ્કોરની વાત કરીએ તો ભારતે 3 વિકેટ લીધી છે અને વેસ્ટ ઇન્ડિઝ 3 વિકેટ ગુમાવી 31 રન કર્યા છે.
જો બોલિંગની વાત કરીએ તો ભારતે બોલિંગ પર ખાસ કામ કરવાની જરૂર છે. કારણ કે, પહેલા મેચમાં ટીમ નબળી પડી હતી, પરંતુ બીજી મેચમાં મજબુત સ્કોર મેળવ્યો હતો. ઋષભ પંતને ત્રીજા ટી-20 મેચમાં પોતાને સાબિત કરવો પડશે ત્યારે જોવાનું એ રહ્યું કે, ટી-20ની ત્રીજી મેચમાં કોણ બાજી મારશે?
ટીમ
ભારત | વેસ્ટ ઇંડિઝ |
વિરાટ કોહલી (કૅપ્ટન) | ઇવિન લુઇસ |
શિખર ધવન | શિમરોન હેટમાયર |
લોકેશ રાહુલ | નિકોલસ પૂરન |
મનીષ પાંડે | કાયરન પોલાર્ડ |
ઋષભ પંત (વેકેટ કિપર) | રોવમૈન પૉવેલ |
કૃણાલ પાંડ્યા | કાર્લોસ બ્રેથવેટ (કૅપ્ટન) |
વૉશિંગ્ટન સુંદર | કીમો પૉલ |
ભુવનેશ્વર કુમાર | સુનીલ નારાયણ |
દીપક ચાહર | શેલ્ડન કોટરેલ |
નવદીપ સૈની | ઓશેન થૉમસ, ફાબિયન એલન |