- થરંગાએ ફટકારી અડધી સદી
- વેસ્ટ ઇન્ડીઝને રોડ સેફટી વર્લ્ડ સિરીઝ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મળી હાર
- શ્રીલંકા લિજેન્ડ્સે 19 ઓવરમાં મેચ કરી પોતાને નામ
રાયપુર: વેસ્ટ ઇન્ડીઝને રોડ સેફટી વર્લ્ડ સિરીઝ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટે હરાવી ઉપુલ થરંગાની 53 રન અને સુકાની તિલકરત્ને દિલશાને 47 રનની ઇનિંગ રમી હતી.
વાંચો: પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની ઉંમર અંગે અસમંજસ, જાણો શું છે સમગ્ર મામલો?
વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજોએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકા લિજેન્ડ્સે 19 ઓવરમાં જ જીત મેળવી હતી. શ્રીલંકાની ત્રણ મેચમાં આ બીજી જીત છે. જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ત્રણ મેચમાં આ તેમનો ત્રીજો પરાજય છે.
થરંગાએ ફટકારી અડધી સદી
તિલકરત્ને દિલશાન અને સનથ જયસૂર્યાએ 157 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકાની જોરદાર શરૂઆત કરાવી હતી. વેસ્ટ ઇન્ડીઝના બોલર સુલેમાન બેને જયસૂર્યાને LBW કરીને બન્નેની ભાગીદારી તોડી હતી. જે બાદ દિલશાન અને ઉપુલ થરંગાએ રમવાનું શરૂ કર્યું. દિલશાન તેની અડધી સદી પૂર્ણ કરતા ચૂકી ગયો હતો. સુલેમાન બેનના બોલ પર વિકેટકીપર પર્કિન્સના હાથે કેચ આઉટ થયો હતો. દિલશાને 37 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા.
થરંગા રહ્યા અણનમ
ઉપુલ થરંગાએ એક છેડો જાળવી રાખ્યો અને 35 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 53 રન બનાવીને અણનમ રહ્યો હતો. ચમાર સિલ્વાએ 22 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટિને સિલ્વાને LBW આઉટ કરીને ત્રીજો ફટકો આપ્યો હતો. આ પછી ટીનો બેસ્ટને ચિંતકા જયસિંઘે (7) અને અજંતા મેન્ડિસ (0) ને ક્લીન બોલ્ડ કર્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ મોડું થઈ ગયું હતું. રસેલ આર્નોલ્ડ થરંગા સાથે 5 રન બનાવીને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ટીનો બેસ્ટ અને સુલેમાન બેને બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ઓસ્ટિનને એક સફળતા મળી હતી.