શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ T-20 આંતરરાષ્ટ્રીય અને ઑસ્ટ્રે્લિયા વિરૂદ્ધ એટલા જ વન-ડેની ભારતીય ટીમ પસંદ કરવા માટે સોમવારે પસંદગી કમિટી પોતાની અંતિમ બેઠક કરશે. જેમાં ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની ફિટનેસ પર ધ્યાન રાખવામાં આવશે.
બુમરાહે થોડા સમય પહેલાં ભારતના અભ્યાસ સત્રમાં બૉલિંગ કરી હતી, તે પ્રતિસ્પર્ધી ક્રિકેટ માટે ફિટ છે અને તેમની શ્રીલંકા વિરૂદ્ધ 5 જાન્યુઆરી શરૂ થનારી T-20 સિરીઝ માટે અથવા 14 જાન્યુઆરીથી ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ શરૂ થનારી વન-ડે સિરીઝ માટે પસંદગી કરવામાં આવી શકે છે.
BCCI પાસેથી મળતી માહિતી મુજબ, 'બન્ને સિરીઝ માટે ટીમની પસંદગી સોમવારે બપોરે દિલ્હીમાં થઇ શકે છે. પસંદગી કરનારા બન્ને સિરીઝ માટે ટીમની પસંદગી કરશે. પૂર્ણ સંભાવના રહેલી છે કે, એમએસકે પ્રસાદની અધ્યક્ષતામાં આ અંતિમ પસંદગીની બેઠક હશે.' એમએસકે પ્રસાદ અને તેમના મધ્ય ક્ષેત્રના સાથી ગગન ખોડાનો કાર્યકાળ પૂર્ણ થઇ જશે અને નવા વર્ષની શરૂઆતમાં નવા મુખ્ય પસંદગીકાર અને પેનલ સભ્યોના નામની જાહેરાત થવાની પણ સંભાવના છે.
સંભાવના છે કે, બુમરાહ ઑસ્ટ્રેલિયા સિરીઝમાં 4 મહિના બાદ વાપસી કરશે. તેઓને 'સ્ટ્રેસ ફ્રેક્ચર'માં રાહત થઇ ચુકી છે. જો કે, બુમરાહે પોતાનું રિહૈબિલિટેશન BCCIની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી(NCA)માં નથી કરાવ્યું, માટે તેમને NCA ડિરેક્ટર રાહુલ દ્રવિડે ફિટનેસની મંજૂરી ત્યાંથી જ લેવાનું કહ્યું છે, જ્યાંથી તેમણે રિહૈબિલિટેશન માટે સમય વિતાવ્યો.
મળતી માહિતી મુજબ, ભારતીય ટીમના ફિઝીયો નિતિન પટેલ અને ટ્રેનર નિક વેબે આ અઠવાડીયાના શરૂઆતમાં વિશાખાપટનમમાં તેમની તપાસ કરી હતી. બુમરાહે ત્યાં એક્શન સાથે બૉલિંગ કરી હતી. ઑસ્ટ્રેલિયા સિરીઝ 14 જાન્યુઆરીએ શરૂ થશે તો તેઓ એક રણજીત મૅચ પણ રમી શકે છે. કોઈ પણ મુદ્દે આ એના પર નિર્ભર કરે કે, વિરાટ કોહલી તેમને કેવી રીતે જૂએ છે.
કોહલીએ વીડિયો કૉન્ફ્રન્સ દ્વારા જોડાવવાની આશા વ્યક્ત કરી છે. દીપક ચહરની ફિટનેસ પણ ચિંતાનો વિષય બની રહેશે. કારણ કે, ફિટનેસના કારણે તેઓ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધના ત્રીજા વન-ડેમાં રમી શક્યા નહોતા. શિખર ધવન પણ પૂર્ણ ફિટનેસ પ્રાપ્ત કરી રહ્યા છે, પરંતુ તેમને વાપસી માટે થોડા ઘરેલૂ ક્રિકેટ મૅચ રમવી પડશે.