હૈદરાબાદઃ ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંતે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. શ્રીસંતે બેન સ્ટોક્સ પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેણે એમ.એસ.ધોનીની માફી માંગવી જોઈએ.
તાજેતરમાં ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે તેમના પુસ્તક દ્વારા કહ્યું હતું કે, 2019ના વર્લ્ડ પકમાં એમ.એસ.ધોનીમાં જીતની ભાવના દેખાઈ ન હતી. આ ઉપર શ્રીસંત ખૂબ ગુસ્સે થયા હતા. તેણે બેન સ્ટોક્સને ઓપન ચેલેન્જ પણ આપી હતી. સાથે એમ પણ કહ્યું કે, બેન સ્ટોક્સે ધોનીની માફી માંગવી જોઈએ.
શ્રીસંતે કહ્યું, "મહાત્મા ગાંધીએ 1947માં દરેકને વિદેશીઓ માટે હાંકી કાઢ્યા હતા. હવે તેઓ ભારત પાછા આવી ગયા છે. આઈપીએલના પૈસાથી બધું તેમના ઘરે જઇ રહ્યું છે. BCCI તેમને સૌથી મોટી ચૂકવણી કરે છે. આ ઉપરાંત ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, ક્રિકેટના કિંગ વિરાટ કોહલી અને ધોની કેપ્ટન કૂલ છે. તેઓ ક્રિકેટના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ફિનિશર છે."
37 વર્ષના શ્રીસંતે ધોની વિશે સ્ટોક્સના નિવેદનમાં ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે "મહાન ક્રિકેટ વિશે સ્ટોક્સના કહેવાને કારણે હું ગુસ્સે થયો હતો, ભગવાનનો આભાર માનો કે તમે વર્લ્ડ કપ જીત્યા છો. હવે પ્રાર્થના કરીશ કે ભારત જીતે." શ્રીસંતે કહ્યું હતું કે, "ધોની સાથે કદાચ છેલ્લી વખત 2013માં વાત થઈ હશે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ હતી."
શ્રીસંતે વધુમાં કહ્યું કે, "જ્યારે પણ કોઈ ભારતીય વિશે કંઇ બોલે છે ત્યારે હું મારો પક્ષ રાખીશ. આથી જ હું ધોની ભાઈને સમર્થન આપી રહ્યો છું." શ્રીસંતે ધોનીની નિવૃત્તિ વિશે કહ્યું કે, "ધોની 38 વર્ષના છે. તેમણે જ્યારે રમવાનું શરૂ કર્યું હતું તેના કરતાં પણ અત્યારે તે વધુ ફિટ છે. તેથી તેમણે રમવાનું ચાલુ રાખવું જોઈએ. ધોની લિજેંડ છે."
શ્રીસંતને પૂછવામાં આવ્યું હતું કે તે આટલો મહાન ક્રિકેટર છે અને તે ઘણા સારા લાગે છે તો પણ મહિલા ફેન ફોલોઈંગ પણ હશે. શ્રીસંતે કહ્યું કે, "આવું કંઈ નથી. મેં હમણાં જ લગ્ન કર્યા છે અને 2 બાળકો છે. હમણાં હું કંઈ નહીં બોલી શકું. હું કોઈની ભાવનાને ઇજા પહોંચાડવા માંગતો નથી."