હૈદરાબાદ: અંડર-19 વિશ્વકપ ફાઇનલમાં બાંગ્લાદેશની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર શોરિફુલ ઈસ્લામે એક ચેનલને ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તેમની ટીમ ભારતીય ટીમને અહેસાસ કરવા માગતી હતી કે, હારનાર ટીમની સ્થિતિ તે સમયે કેવી હોય છે.
બાંગ્લાદેશે ફાઇનલમાં ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 3 વિકેટે હરાવી ઈતિહાસમાં પ્રથમવાર વિશ્વકપ જીત્યો છે. ભારતની ટીમ પ્રથમ બેટિંગ કરતા 47.2 ઓવરમાં 177 રન પર ઓલ આઉટ થઇ હતી. શોરિફુલ ઈસ્લામે કહ્યું કે, જ્યારે અમે ફાઈનલ મેચ રમવા ઉતર્યા ત્યારે વિચારી રહ્યાં હતા કે, જીત્યા બાદ કેવી રીતે ઉજવણી કરીશું. અમે વિશ્વકપ જીત્યા બાદ એમ એવી ઉજવણી કરવા માગતા હતા. જેવી રીતે ભારતે અમને હરાવ્યા બાદ ઉજવણી કરી હતી.
બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ આ ઘટનાને દુભાગ્યપૂર્ણ ગણાવી છે. બાંગ્લાદેશના કેપ્ટન અકબલ અલીએ આ ઘટનાને લઇને માફી માગી હતી. મેચ દરમિયાન મેદાન પર ખરાબ વ્યવહાર કરવાના કારણે ICCએ બાંગ્લાદેશના ત્રણ અને ભારતના બે ખેલાડીયોએ દોષી માન્યા હતા. આ પાંચ ખેલાડીઓએ ICC કોડ ઓફ કંડક્ટના લેવલ ત્રણનું ઉલ્લંઘન કરવા માટે ફટકાર લગાવી હતી અને સાથે જ બધાના ખાતામાં ડિમેરિટ પોઈન્ટ પણ આપ્યાં હતાં.
બાંગ્લાદેશના મોહમ્મદ તૌહિદ હદ્રોય, શમીમ હુસૈન અને રકીબુલ હસન, જ્યારે ભારતના આકાશ સિંહ અને રવિ બિશ્નોઈને કોડ ઓફ કંડક્ટનો ઉલ્લંઘન કરતા દોષી માન્યાં હતાં.